વડોદરા રેલવેએ વર્ષો જૂની સિગ્નલિંગ સિસ્ટમ બદલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિ-મોડેલિંગ અને સિગ્નલિંગ અપગ્રેડેશનનું કામ પૂર્ણ થયું છે.
વર્ષ ૧૯૯૨થી કાર્યરત ૩૪ વર્ષ જૂની રૃટ રિલે ઇન્ટરલોકિંગ (આર.આર.આઈ.) સિસ્ટમને દૂર કરીને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (ઈ.આઈ.) સિસ્ટમ કાર્યરત કરાઈ છે. ડબલ સ્લિપ ડાયમંડ ક્રોસિંગ દૂર કરાયા છે. તેના કારણે અગાઉ લાગુ ૧૦ કિમી પ્રતિ કલાકની કાયમી ગતિમર્યાદા દૂર કરીને લાઇન નંબર ૬ અને ૭ પર ટ્રેનોની માન્ય ગતિ ૩૦ કિમી પ્રતિ કલાક કરાઈ છે.
યાર્ડમાં ૧૦ પોઇન્ટ્સ અને ક્રોસિંગ દૂર કરાયા, ૧૨ સ્થળોએ ટ્રેક લેઆઉટમાં સુધારા કરાયા અને ૧૩ નવા પોઇન્ટ્સ તથા ક્રોસિંગ સ્થાપિત કરાયા છે. ૧.૫ કિલોમીટર નવી રેલવે લાઇન નાખી લાઇન નંબર ૬ અને ૭ને ડાઉન મેઇન લાઇન તેમજ 'સી' કેબિનને અપ ગુડ્સ મેઇન લાઇન સાથે સીધી રીતે જોડવામાં આવી છે.
સિગ્નલિંગના આધુનિકીકરણ માટે ૨૨૮ રૃટ ધરાવતી જૂની આર.આર.આઈ. સિસ્ટમના સ્થાને ૧૮૯ રૃટ અને ૧૦ સ્લોટ ધરાવતી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. નવી સિસ્ટમમાં ૧૩૨ ટ્રેક સેક્શનનું નિયંત્રણ કરાશે. આ ઉપરાંત, ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (ઓ.એચ.ઈ.) કામગીરી હેઠળ લાઇન નંબર ૬ અને ૭ની સંપૂર્ણ ઓ.એચ.ઈ. વાયરિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે. મુખ્ય લાઇન પર ૨,૫૭૬ મીટર નવી કોન્ટેક્ટ અને કેટેનરી વાયર લગાવવા સાથે ૧૨૦૦ મીટર જૂનું વાયરિંગ દૂર કરાયું છે.




