Baroda

વડોદરા: ગણેશ વિસર્જનમાં ફાયર ટેન્કરના બેફામ ફેરા સામે સવાલો

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરા: ગણેશ વિસર્જન દરમિયાન ફાયર વિભાગના પાણીના ટેન્કરોના ફેરાને લઈ સવાલો ઉભા થયા છે. કેટલાક ટેન્કરોને દૂરના ફાયર સ્ટેશન વિસ્તારમાં મોકલતા ડીઝલનો વપરાશ વધ્યો. 25થી વધુ વર્ધી નોંધાઈ, પરંતુ કેટલીક ચોપડે નોંધાયા વિના થઈ હોવાની ચર્ચા છે. 112 સેવા સાથે જોડાયેલા ડ્રાઇવરોને લોગઆઉટ કરાવી ફેરા મરાવાયા. ડ્રાઇવરોની અછતના કારણે આ વ્યવસ્થા ઉભી થઈ હોવાનું મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ગણેશ વિસર્જનમાં ફાયર ટેન્કરના બેફામ ફેરા સામે સવાલો

Vadodara: વડોદરા મહાનગર પાલિકાનું ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ અગાઉ પણ વિવિધ મુદ્દે વિવાદોમાં આવી ચૂક્યું છે. ફાયર વિભાગના પાણીના ટેન્કરોને સ્ટેશનની હદ બહાર દોડાવવામાં આવતા હોવાના બનાવો અગાઉ પણ સામે આવ્યા હતા. ત્યારે ગઈકાલે ગણેશ વિસર્જન દરમિયાન પાણીના ટેન્કરોના ફેરાને લઈને ફરી સવાલો ઊભા થયા છે.

ફાયર વિભાગમાં ચાલતી ચર્ચા મુજબ, પાણીના ટેન્કરોનું સરેરાશ માઈલેજ પ્રતિ કિલોમીટર માત્ર 3થી 4 કિલોમીટર જેટલું હોય છે. તેમ છતાં કેટલાક ટેન્કરોને પોતાના ફાયર સ્ટેશનના વિસ્તારમાં ફરજ સોંપવાને બદલે અન્ય દૂરના ફાયર સ્ટેશનના વિસ્તારમાં વિસર્જન કુંડમાં પાણી ભરવા મોકલવામાં આવ્યા છે. પરિણામે ટેન્કરોને વધુ અંતર કાપવું પડતું હોવાથી ડીઝલના વપરાશમાં વધારો થવાની સ્થિતિ ઊભી થાય છે.

ગણેશ વિસર્જન દરમિયાન ગઈકાલે ફાયર બ્રિગેડના ચોપડે 25થી વધુ વર્ધી નોંધાઈ હોવાનું જાણવા મળે છે. જોકે, કેટલીક વર્ધી ચોપડે નોંધાયા વિના કરવામાં આવી હોવાની પણ ફાયર વિભાગમાં ચર્ચા ચાલી રહી છે. જો આ ચર્ચા સાચી હોય તો ટેન્કરો ક્યાંથી ક્યાં દોડ્યા, કેટલા ફેરા માર્યા અને તેમાં કેટલું ડીઝલ વપરાયું તેનો ચોક્કસ હિસાબ મેળવવો જરૂરી બની જાય છે.

તાજેતરમાં વડોદરા ફાયર વિભાગને 112 સેવા સાથે જોડવામાં આવ્યો છે. આ વ્યવસ્થા હેઠળ ફાયર વિભાગના વાહનોમાં લગાવવામાં આવેલા ટેબલેટમાં ડ્રાઇવરે લોગીન કરવાનું હોય છે. જોકે, ગણેશ વિસર્જન દરમિયાન ડ્રાઇવરોને લોગીન કરાવ્યા બાદ ફરી લોગ આઉટ કરાવી પાણીના ટેન્કરના ફેરા મારવા મોકલવામાં આવેછે. ફાયર વિભાગમાં ડ્રાઇવરોની અછતના કારણે આવી વ્યવસ્થા ઊભી થઈ છે.

ફાયર બ્રિગેડ જેવી કટોકટીની સેવા માટે વાહનો, ડ્રાઇવરો અને ફરજનું ચોક્કસ આયોજન અત્યંત જરૂરી છે.