લોનની રકમ વધારી આપવાના નામે વડોદરાના એન્જિનિયર સાથે 18.36 લાખની ઓનલાઇન ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા એક એન્જિનિયરને લોનની રકમ વધારી આપવાના નામે ઓનલાઇન ઠગોએ ફસાવી રૃ.૧૮.૩૮ લાખ પડાવી લીધા હોવાનો બનાવ બનતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.
ન્યુ સમા રોડની પંચશીલ સોસાયટીમાં રહેતા સુરેન્દ્ર પ્રસાદે પોલીસને કહ્યું છે કે બજાજ ફાઇનાન્સમાં મારી રૃ.૧૪ લાખની લોન ચાલતી હોવાથી વર્ષ-૨૦૨૪માં મારા પર અજાણ્યા શખ્સે ફોન કરી તમને વધુ લોન મળી શકે છે તેમ કહ્યું હતું.ત્યારબાદ સિનિયર ઓફિસરના નામે અમન વર્માનો ફોન આવ્યો હતો અને તેણે લોનનું ટોપ-અપ કરશો તો વાર્ષિક વ્યાજદર ઘટાડી આપવાની વાત કરી હતી.
એન્જિનિયરે કહ્યું છે કે મેં રૃ.એક લાખનું ટોપ-અપ કરવા માટે કહ્યું હતું.ત્યારપછી અનિલ પ્રસાદ નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે વેરિફિકેશન માટે એક કર્મચારી આવશે તેમ કહ્યું હતું.એક વ્યક્તિએ ઘરના એડ્રેસનું વેરિફિકેશન પણ કર્યું હતું અને રૃ.૨૦ લાખની લોનનું એપ્રુવલ થઇ જશે તેમ કહ્યું હતું.મેં તેને સામે સવાલ કરી ૧૫લાખની વાત થઇ હતી તો ૨૦ લાખ કેવી રીતે થયા તેમ પણ પૂછ્યું હતું.પરંતુ તેણે મને કાગળ પર ૧૫ લાખ જ રહેશે તેવો ગોળગોળ જવાબ આપ્યો હતો.
આ પછી મને બજાજ કંપનીના નામે લેટર પણ મળ્યો હતોજેમાં લોન મંજૂર થઇ ગઇ છે અને ખાતામાં રકમ આવી જશે તેમ કહેવાયું હતું.મને વધારાની રૃ.૫ લાખની લોનની રકમ એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવાનું કહેવાયું હતું.જે રકમ ટ્રાન્સફર કરતાં જૂની લોન સેટલમેન્ટ માટે રૃ.૧૩.૩૮ લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા અને એનઓસી મોકલ્યું હતું.મારી લોનના ત્રણ ઇએમઆઇ પણ ભરી દીધાનું દર્શાવાયું હતું. પરંતુ ત્યાર પછી તપાસ કરતાં બજાજ કંપનીના નામે ઠગાઇ થઇ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી સાયબર સેલને જાણ કરી હતી.




