Baroda

વડોદરા: કેટલાક સ્મશાનોમાં સૂકા લાકડાના બદલે ભીના લાકડાંને કારણે ચાર કલાકે પણ પાર્થિવ દેહનો અગ્નિદાહ પૂર્ણ થયો નહીં

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ખાસવાડી સહિતના સ્મશાનોની કામગીરી ખાનગી હાથે સોંપાતા સવાલો ઉભા થયા છે. અંતિમ સંસ્કાર માટે ભીના લાકડાં અપાતા હોવાથી ચિતા બરાબર સળગતી નથી. 4 કલાક થવા છતાં અગ્નિદાહ પૂર્ણ ન થતા પરિવારજનોને છાણાં વાપરવા પડે છે. દુઃખની ઘડીમાં પડતી આ મુશ્કેલીથી નારાજગી વ્યાપી છે. સૂકા લાકડાંની પૂરતી વ્યવસ્થા અને કોન્ટ્રાક્ટરની તપાસની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: કેટલાક સ્મશાનોમાં સૂકા લાકડાના બદલે ભીના લાકડાંને કારણે ચાર કલાકે પણ પાર્થિવ દેહનો અગ્નિદાહ પૂર્ણ થયો નહીં

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસવાડી સહિતના સ્મશાનોની કામગીરી ખાનગી હાથોમાં સોંપવામાં આવ્યા બાદ અગ્નિદાહની વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે પરિવારજનોને સૂકા લાકડા આપવાના બદલે ભીના લાકડાં આપવામાં આવતા હોવાની ફરિયાદો સામે આવી છે. ભીના લાકડાંના કારણે ચિતા યોગ્ય રીતે સળગતી ન હોવાથી અંતિમ સંસ્કારની પ્રક્રિયા લાંબી ખેંચાઈ રહી છે.

પરિવારજનોના જણાવ્યા મુજબ ચિતા સળગાવ્યા બાદ પણ કલાકો સુધી અગ્નિદાહ પૂર્ણ થતો નથી. કેટલીક વખત ચાર કલાક જેટલો સમય વીતી જાય છતાં ચિતા સંપૂર્ણપણે સળગતી નથી. પરિણામે પરિવારજનોને વધારાના છાણા અને અન્ય સળગતી સામગ્રીનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. દુઃખની ઘડીમાં અંતિમ વિધિ માટે આવનાર પરિવારજનોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડતા નારાજગી જોવા મળી રહી છે.

અંતિમ સંસ્કારની પ્રક્રિયા સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે તે માટે સૂકા લાકડાંની નિયમિત અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે. સાથે જ કોર્પોરેશન દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરની કામગીરીની તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.