વડોદરા કોર્પોરેશનની નિષ્કાળજી : મહાનગરનું નાળું સફાઈ નહીં કરતા કલા દર્શન વિસ્તારની 25 સોસાયટીઓમાં પાણી ભરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ કરતું મહાનગરનું નાળું સફાઈ નહીં કરવામાં આવતા કલાદર્શન અને તેની આજુબાજુની 25 થી 30 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. બાર દિવસ પહેલા સફાઈની કામગીરી કરવા જણાવ્યું હોવા છતાં સફાઈ નહીં કરતા આ પરિસ્થિતિ સર્જાય છે. જેને કારણે કોર્પોરેશનના તંત્રની નિષ્કાળજી થતી થઈ છે તેવો આક્ષેપ વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીએ કર્યો છે.
તેમણે જણાવ્યું છે કે વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારના પાણીના નિકાલનો મુખ્ય વરસાદી કાંસની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી જેને કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી જાય છે બાર દિવસ પહેલા વાઘોડિયા રોડ મહાનગરનું નાળું સફાઈ કરવા રજૂઆત કરી હતી તેમ છતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા સફાઈ કરવામાં નહીં આવતા છેલ્લા બે ત્રણ દિવસથી શરૂ થયેલા વરસાદને કારણે કલાદર્શન અને તેની આજુબાજુની 20 થી 25 સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
આશિષ જોષીએ આક્ષેપ કર્યો છે કે,જો આ કામગીરી દસ-બાર દિવસ પહેલા થઈ ગઈ હોત તો આ વિસ્તારમાં પાણી ભરાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો જ ના હોત. પરંતુ કોર્પો.ના તંત્રએ કામગીરી નહીં કરતા પાણી ભરાયા છે ત્યારે મોડે મોડેથી હવે આજે સવારે કોર્પોરેશનના તંત્રને જાણ કરતા સફાઈની કામગીરી શરૂ કરી છે.
તેમણે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરતા જણાવ્યું છે કે કોર્પોરેશનના અધિકારીઓ જ કમિશનરના કહ્યામાં નથી 12 દિવસ પહેલા મહાનગરનું નાળું સફાઈ કરવા રજૂઆત કરી હોવા છતાં નીચેના અધિકારીઓ દ્વારા સફાઈ કરવામાં આવી નથી.




