Baroda

US ની બેન્કમાંથી બિઝનેસ લોન અપાવવાના નામે વડોદરાના વેપારી સાથે 17.71 લાખની ઠગાઇ

By GS Team
10 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના વેપારી આદિત્ય પારેખ સાથે US બેન્કમાંથી 4 કરોડની લોન અપાવવાના બહાને 17.71 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. રાકેશ ઠાકોર નામના વ્યક્તિએ ડિસેમ્બર-2022માં લોન અપાવવાનું કહી દસ્તાવેજો લીધા હતા. જોકે, તપાસ કરતા આવી કોઈ બેન્ક ન હોવાનું સામે આવ્યું અને રાકેશે આપેલા ચેક પણ બાઉન્સ થયા. આથી, ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

US ની બેન્કમાંથી બિઝનેસ લોન અપાવવાના નામે વડોદરાના વેપારી સાથે 17.71 લાખની ઠગાઇ

વડોદરાના એક વેપારીને યુએસની બેન્કમાંથી બિઝનેસ લોન અપાવવાના નામે રૃ.૧૭.૭૧ લાખની ઠગાઇ આચરવામાં આવી હોવાનો કિસ્સો બનતાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ગોત્રીની મધુવન વાટિકામાં રહેતા અને ઇલોરાપાર્કમાં શ્રીજી આસ્થા એવન્યૂમાં ઓફિસ ધરાવી સ્ટીલનો ધંધો કરતા વેપારી આદિત્ય પારેખે પોલીસને કહ્યું હતું કે,અગાઉ ધંધા માટે મેં લોન લીધી હોવાથી લોન અપાવનાર રાકેશ જગદીશચંદ્ર ઠાકોર (જગન્નાથપૂરમ,લાલબાગ પાસે, માંજલપુર) ને ડિસેમ્બર-૨૦૨૨માં મારી ઓફિસે બોલાવી ધંધાની પ્રગતિ માટે ફરી લોન લેવા માટે વાત કરી હતી.
રાકેશે યુએસના ટેક્સાસ ખાતેની એસડી ટીબી બેન્કમાંથી રૃ.૪ કરોડની લોન અપાવવાની તૈયારી બતાવી ચેકલિસ્ટ માગતા તે મુજબના દસ્તાવેજો આપ્યા હતા.રાકેશે આ પેટે કુલ રૃ.૧૭.૭૧લાખ લીધા હતા અને છ થી આઠ મહિનામાં લોન મળી જશે તેવી ખાતરી આપી હતી.
વેપારીએ કહ્યું છે કે,ત્યારબાદ મારી બેન્કના ખાતામાં લોનની રકમ નહિ આવતાં તપાસ કરી તો આવી કોઇ બેન્ક નહિ હોવાનું જાણવા મળ્યું હતું.જેથી મેં રાકેશને વાત કરતાં તેણે ચેક આપ્યા હતા.પરંતુ આ ચેક બાઉન્સ થયા હતા.ત્યારપછી પણ તેણે વાયદા કર્યા હતા અને રૃપિયા આપ્યા નથી.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.