વડોદરાના વેપારી હનીટ્રેપમાં ફસાતા આપઘાતનો પ્રયાસ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવી આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ વેપારીની પત્નિએ જે.પી.રોડ પોલીસ સ્ટેશને રાજકોટની મોડેલિંગનું કામ કરતી યુવતી સામે લેખિતમાં ફરિયાદ આપી છે.
પાર્થ પરીખની પત્નીએ જે.પી.રોડ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં કહ્યું કે મારા પતિ પાર્થ શાકભાજીની દલાલીનો વ્યવસાય કરવા સાથે ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. ધંધાકીય કામ માટે પાર્થનો સંપર્ક રાજકોટની મોડલ હેમા (નામ બદલ્યું છે) સાથે થયો હતો. હેમાએ કલર ચેનલની એક સિરિયલના એપિસોડ માટે રાજકોટ ખાતે શૂટિંગ દરમિયાન નાસ્તા અને ભોજનનો ઓર્ડર અપાવ્યો હોવાનું પાર્થે મને જણાવ્યું હતું. ઈવેન્ટના કામ અંગેનું જણાવી પાર્થે મારાં સસરા પાસેથી રૃા.૮ લાખ અને મારી પાસેથી રૃા.૫ લાખ લીધા હોવા છતાં તે ટેન્શનમાં રહેતો હતો.
વધુમાં ઉમેર્યું કે ગત્ ૧૪ સપ્ટેમ્બરે પાર્થે મારાં સસરા તથા મારી પાસે વધુ પૈસાની માગ કરતા અમે ઈન્કાર કરતા પાર્થ ઘરેથી જતો રહ્યો હતો અને એના વોટ્સએપ સ્ટટ્સ પર લખ્યું હતું કે 'ડેથ ઈઝ ઈઝી ધેન'. આથી આ બાબતે અગાઉ જે.પી.રોડ પોલીસ સ્ટેશને જાણવાજોગ ફરિયાદ આપી હતી. ૧૯ સપ્ટેમ્બરે પાર્થે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવાઓનો ઓવરડોઝ લઈ અમને જાણ કરી નહોતી. બીજા દિવસે પાર્થની તબિયત લથડતા એને ખાનગી હોસ્પિટલ દાખલ કરાયો હતો. હેમાએ મારા પતિ પાર્થને પોતાની જાળમાં ફસાવી ખૂબ મોટી રકમ પડાવી, બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી આપઘાત માટે દુષ્પ્રેરણા આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હેમાએ, પાર્થે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ ધંધા માટે પૈસાની જરૃરત હોવાનું બહાનું કરી રૃા.૯ લાખ પડાવી લઈ જો ફરિયાદ કરીશ તો તેની સાથેના અંગત પળોના વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ રાજકોટ બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ આપી હોવાનું પણ પરિવારજનોમાંથી જાણવા મળે છે.
બ્લેકમેલ કરી પૈસા પડાવતા આપઘાતનો પ્રયાસ
અરજી મુજબ, ગત્ ૨૪ સપ્ટેમ્બરે પાર્થનું મરણોત્તર નિવેદન નોંધ્યું હતું. પરંતુ એ વખતે પાર્થ દવાઓના ઘેનમાં હોવાથી બરાબર વાત કરી શક્યા નહોતા. તબિયતમાં સુધારો થતા પાર્થે મને કહ્યું કે 'હેમાએ મને હનીટ્રેપમાં ફસાવી દીધો છે, કોઈ લગ્નનું વચન આપ્યું નથી અને બ્લેકમેલ કરી પૈસા પડાવી લઈ વધુ પૈસાનું દબાણ કરતા આત્મહત્યાનું પગલું ભર્યું છે'.
મારો ભાઈ (પોલીસકર્મી)ે ઉઘરાણી કરશે તેવી ધમકી
પાર્થ સારવાર હેઠળ હોવા છતાં હેમાએ, પાર્થ પાસે સતત પૈસાની માગ કરી મેસેજ કર્યો હતો કે 'પૈસા આપી દે નહીં તો ભરત (હેમાનો ભાઈ- રાજકોટ પોલીસમાં નોકરી કરે છે) આવી પૈસા લઈ જશે'. હેમાએ પોલીસ કેસની ધમકી આપી મેસેજમાં કહ્યું કે 'તારે પણ દીકરી છે અને તે બિમાર છે યાદ રાખજે'. હેમાના કારણે પાર્થે વધારે માત્રામાં દવાઓ લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોઈ હાલ આઈસીયુમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.




