Baroda

વડોદરા: માંજલપુરમાં ભાજપના દાવેદારો પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની રાહ જોતા રહ્યા, સતીષ પટેલના નામની જાહેરાતથી આશ્ચર્ય

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે મોડી રાત્રે સતીષ પટેલને ઉમેદવાર જાહેર કર્યા. ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પહેલાં જ આ અચાનક જાહેરાતથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 104 દાવેદારોએ ટિકિટ માંગી હતી, પરંતુ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા બની રહી. 'વહાલા-દવલા'ની નીતિનો છૂપો રોષ અને યોગેશ પટેલની "પગ પૂરી" ન જોવાની જૂની માગ ફરી ચર્ચામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: માંજલપુરમાં ભાજપના દાવેદારો પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની રાહ જોતા રહ્યા, સતીષ પટેલના નામની જાહેરાતથી આશ્ચર્ય

Manjalpur By-Election: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવતા જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષના આ અણધાર્યા નિર્ણયથી ટિકિટની આશા રાખીને બેઠેલા દાવેદારો આશ્ચર્યચકિત થઈ ગયા છે. શુક્રવારે (10મી જુલાઈ) ગાંધીનગર ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે તે પહેલાં જ ગુરુવારે (નવમી જુલાઈ) મોડી રાત્રે ભાજપ દ્વારા સતીષ પટેલને ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે.

104 કાર્યકરોએ નોંધાવી હતી દાવેદારી, પ્રક્રિયા માત્ર ઔપચારિકતા?

મલતી માહિતી અનુસાર, માંજલપુર બેઠક માટે ભાજપે હાથ ધરેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન મહિલા અને પુરુષ મળીને કુલ 104 જેટલા સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોએ ટિકિટ માટે પોતપોતાની દાવેદારી નોંધાવી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે શુક્રવારે મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કેટલાક નામોની પેનલ તૈયાર કરી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. જોકે, આ બેઠક યોજાય તે પહેલાં જ ઉમેદવારનું નામ ફાઈનલ થઈ જતાં કાર્યકરોમાં ભારે નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક કાર્યકરોમાં એવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે આ સેન્સ પ્રક્રિયા માત્ર એક ઔપચારિકતા પૂરતી જ સીમિત હતી.

'વહાલા-દવલા'ની નીતિ આચરાઈ હોવાનો છૂપો રોષ

ઉમેદવારની પસંદગીની આ અચાનક થયેલી જાહેરાતને પગલે પક્ષની આંતરિક પારદર્શિતા સામે પણ સવાલો ઊભા થયા છે. ટિકિટ વંચિત રહી ગયેલા દાવેદારો અને તેમના સમર્થકોમાં એવો ગણગણાટ છે કે ઉમેદવારનું નામ અગાઉથી જ નક્કી હતું. પક્ષ દ્વારા આ પ્રક્રિયામાં સમાન તક આપવાને બદલે 'વહાલા-દવલા'ની નીતિ અપનાવવામાં આવી હોવાનો છૂપો રોષ પણ સંગઠનના કેટલાક વર્ગોમાં પ્રવર્તી રહ્યો છે.

યોગેશ પટેલની એ માગ ફરી ચર્ચામાં

આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ વચ્ચે વડોદરાના પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલનું એક જૂનું નિવેદન ફરી સોશિયલ મીડિયા અને રાજકીય ગલિયારાઓમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલ માંજલપુર વિસ્તારમાં "પગ પૂરી" ના જોઈએ (એટલે કે બહારની કોઈ વ્યક્તિની દખલગીરી કે પક્કડ ન જોઈએ) તેવી માગ ઉઠાવી હતી.