Baroda

વડોદરા : બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાંથી વેજિટરિયન બિરયાની મંગાવી તો નોનવેજ બિરયાની મોકલતા હોબાળો

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં નટુભાઈ સર્કલ પાસે આવેલા બાર્બેક્યુ નેશન સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ થયો છે. એક સામાજિક કાર્યકરે વેજિટેરિયન બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેમને નોન-વેજ બિરયાની મોકલવામાં આવી. ગ્રાહકે આસ્થા સાથે જોડાયેલી આ ઘટના અંગે હોટેલ મેનેજરને રજૂઆત કરી. ફોન ન ઉપાડતા, તેઓ જાતે હોટેલ પહોંચ્યા અને ગુણવત્તાસભર સેવા તથા જવાબદારી નિભાવવા જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા : બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાંથી વેજિટરિયન બિરયાની મંગાવી તો નોનવેજ બિરયાની મોકલતા હોબાળો

Vadodara : વડોદરાના નટુભાઈ સર્કલ સ્થિત સિનેમાર્ક ટોકીઝ પાસે આવેલી બાર્બેક્યુ નેશન સામે ગંભીર બેદરકારીનો સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો છે.
એમના જણાવ્યા મુજબ તેમણે હોટેલમાંથી વેજિટેરિયન બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેના બદલે નોન-વેજ બિરયાની મોકલવામાં આવી હતી. તેમણે આ ઘટનાને ગ્રાહકની આસ્થા, અને વિશ્વાસ સાથે જોડાયેલી ગંભીર બેદરકારી ગણાવી છે.
ગ્રાહકના જણાવ્યા મુજબ, ઓર્ડરમાં થયેલી ભૂલ અંગે જાણ કરવા માટે તેમણે હોટેલમાં અનેક વખત ફોન કર્યો હતો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. અંતે તેઓ જાતે હોટેલ પર પહોંચ્યા અને મેનેજરને સમગ્ર ઘટનાની જાણ કરી જવાબદારી નિભાવવાની જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી.
તેમણે જણાવ્યું કે ગ્રાહકો પાસેથી પૈસા વસૂલતા પહેલા ગુણવત્તાસભર સેવા અને જવાબદારીનું પાલન કરવું જરૂરી છે. ઓર્ડરમાં આવી ગંભીર ભૂલ થવી અને ત્યારબાદ ગ્રાહકની ફરિયાદને અવગણવાનું વલણ અત્યંત નિરાશાજનક હોવાનું તેમણે જણાવ્યું હતું.