Baroda

વડોદરા: ચોખંડી શાક માર્કેટ પાસે ભુવામાં વધુ એક ટ્રક ફસાઈ

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં રસ્તાના નબળા સમારકામથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોખંડી શાક માર્કેટ પાસે ગઈકાલે રાત્રે રસ્તામાં ભુવો પડતાં એક ટ્રક ફસાઈ ગઈ હતી. તાજેતરના ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન થતાં આ બન્યું. 4 દિવસ પહેલા પ્રતાપનગર બ્રિજ નીચે પણ આવો જ બનાવ બન્યો હતો. કોર્પોરેશનની તકલાદી કામગીરી ગંભીર અકસ્માત નોતરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ચોખંડી શાક માર્કેટ પાસે ભુવામાં વધુ એક ટ્રક ફસાઈ

Vadodara: શહેરમાં રસ્તા પર કરવામાં આવતા ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ અને સમારકામ નહીં થવાના કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે.

ચોખંડી શાક માર્કેટ પાસે ગઈકાલે રાત્રે રસ્તામાં ભુવો પડતાં એક ટ્રક ફસાઈ ગઈ હતી. રસ્તા પર તાજેતરમાં જ ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ યોગ્ય રીતે પુરાણ નહીં કરવામાં આવતાં ટ્રક પસાર થતાં તેના પાછળનાં પૈડાં રસ્તામાં ખૂંપી ગયાં હતાં.
ટ્રક રસ્તામાં ફસાઈ જતાં વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોર્પોરેશન દ્વારા રસ્તા પર ખોદકામ કર્યા બાદ યોગ્ય રીતે સમારકામ નહીં કરવામાં આવતાં આવી સ્થિતિ વારંવાર સર્જાઈ રહી છે. તેના કારણે વાહનોને નુકસાન થવાની સાથે નાગરિકોનો કિંમતી સમય પણ વેડફાઈ રહ્યો છે.

આવી જ ઘટના ચાર દિવસ અગાઉ પ્રતાપનગર બ્રિજ નીચે પણ બની હતી. અહીં રસ્તાનું ખોદકામ કર્યા બાદ યોગ્ય રીતે સમારકામ નહીં થતાં એક ટ્રકનાં પૈડાં રસ્તામાં ખૂંપી ગયાં હતાં. એક બાદ એક આવી ઘટનાઓ સામે આવી રહી હોવા છતાં રસ્તાના ખોદકામ બાદ ગુણવત્તાયુક્ત પુરાણ અને સમારકામ કરવામાં આવી રહ્યું છે કે નહીં તે સવાલ ઊભો થયો છે.

ખાસ કરીને શહેરમાં ભારદારી વાહનોની અવરજવર ધરાવતા માર્ગો પર કોર્પોરેશનની તકલાદી કામગીરી ગંભીર અકસ્માતનું જોખમ ઊભું કરી શકે છે. જેથી ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય રીતે પુરાણ અને મજબૂત સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.