વડોદરા: ગરબામાં પરિવાર સાથે ગયેલી યુવતીના ઘરે જઇ પ્રેમીનો હંગામો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: નવરાત્રિના દરમિયાન એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. પરિવાર સાથે ગરબા રમવા ગયેલી યુવતીના ઘરે જઇ પ્રેમીએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ તેણે પરિવાર સાથે વાતો કરવાનું બંધ કરી દીધું હતું.
બનાવની વિગત એવી છે કે, યુવતી બે વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવકના સંપર્કમાં આવી હતી, જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવતી માતા-પિતાની મરજી વિરૃદ્ધ આ યુવક સાથે લગ્ન કરવા તૈયાર હતી અને પરિવારની કોઈ વાત સાંભળતી નહતી. અવારનવાર રાત્રે મળવા જવું અને માતા-પિતા ટોકે તો આત્મહત્યા કરવાની ધમકી આપતી હતી. જેથી, યુવતીના પરિવારે સામેથી યુવકના ઘરે લગ્નની વાત ચલાવી હતી. પરંતુ, યુવક કોઈ કમાણી કરતો નહતો તેમજ આથક સ્થિતિ સારી નહીં હોવાથી યુવકના પરિવારે પણ આ લગ્નનો ઇનકાર કર્યો હતો.
નવરાત્રિમાં પરિવાર સાથે ગરબા રમવા ગયેલી યુવતીના ઘરે જઇ પ્રેમીએ હંગામો કરતા યુવતી ડિપ્રેશનમંા સરી પડી હતી. કાઉન્સિલિંગના પરિણામે યુવતીને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેણે પરિવારની વાત સ્વીકારી લીધી હતી. આખરે, પરિવારે સામાજિક રીતે બેસીને આગળનો નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું.




