વડોદરા: જે.પી. રોડ વિસ્તારની યુવતી અને સમાના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરમાં આપઘાતના પ્રયાસના બે અલગ-અલગ બનાવો બન્યા છે. જુના પાદરા રોડ પર રહેતી 18 વર્ષીય યુવતીએ હાર્પિક પી લેતાં, જ્યારે સમા-સાવલી રોડ પર રહેતા 34 વર્ષીય યુવકે ફીનાઇલ ગટગટાવી લેતાં બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રથમ બનાવમાં, જુના પાદરા રોડ વિસ્તારમાં રહેતી 18 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે બપોરે પોતાના ઘરે હાર્પિક પી લીધું હતું. પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બનાવ અંગે જે.પી. રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં, સમા-સાવલી રોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય કૃષ્ણા મોરેએ ગઈકાલે રાત્રે કોઈ કારણોસર પોતાના ઘરે ફીનાઇલ પી લીધું હતું. તેની તબિયત બગડતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.









