Baroda

વડોદરા: લોન અપાવવાનું કહી 7 લોકો સાથે છેતરપિંડી

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં લોન અપાવવાના બહાને 7 લોકો સાથે છેતરપિંડી થઈ છે. છાણીરોડના સંદીપ પ્રજાપતિની ફરિયાદ મુજબ, નિલેશ પટેલે 4 લાખની સબસિડીવાળી લોન આપવાનું કહી તેમની પાસેથી 1.66 લાખ લીધા હતા. અન્ય 6 લોકો પાસેથી પણ તેણે 1.94 લાખ પડાવ્યા હતા. કુલ 3.61 લાખની છેતરપિંડી આચરી નિલેશ પટેલ ફરાર થઈ ગયો છે. ફતેગંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: લોન અપાવવાનું કહી 7 લોકો સાથે છેતરપિંડી

Vadodara: લોન અપાવવાનું કહી ભેજાબાજ ગઠિયાએ 7 લોકો પાસેથી કુલ 3.61 લાખ પડાવી લીધા હતા. જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છાણીરોડ નવાયાર્ડ ક્લાસવાનની ચાલમાં રહેતા સંદીપભાઇ પુજાલાલ પ્રજાપતિ નાસ્તાની લારી ચલાવે છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આરોપી નિલેશ ચંદુભાઇ પટેલ (રહે. આશાલતા પાર્ક સોસાયટી, કમલાનગર પાસે, આજવારોડ) રોજ મારી લારી પર નાસ્તો કરવા આવતો હતો. જેના કારણે અમારે તેની સાથે મિત્રતા થઇ હતી. પોતે લોન અપાવવાનું કામ કરતો હોવાનું તેણે જણાવ્યું હતું. તેમજ મને ૪ લાખની લોન 30 ટકા સબસિડીવાળી અપાવવાની વાત કરી હતી. તેણે લોન પેટે એડવાન્સ લેવાનું જણાવી મારી પાસેથી 1.66 લાખ તેમજ અન્ય છ લોકો પાસેથી પણ 1.94 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ આરોપી જે મકાનમાં ભાડે રહેતો હતો. તે મકાન ખાલી કરીને અન્ય જગ્યાએ રહેવા જતો રહ્યો હતો અને મોબાઇલ પણ બંધ કરી દીધો હતો.