Baroda

વડોદરા: ગોવામાં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટના બહાને 10.75 લાખ પડાવી લીધા

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા: દુબઈમાં નોકરી કરતા સુનીલ બુલચંદાણી, ગોવામાં પ્રોપર્ટી રોકાણના હોર્ડિંગ જોઈ છેતરપિંડીનો ભોગ બન્યા. અનંત સુથો અને રાહુલ મેહરા નામના ભેજાબાજોએ ગુગલ મીટ પર આકર્ષક પ્લાન સમજાવી, તેમની પાસેથી 10.75 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા. પૈસા મળ્યા બાદ ઠગોએ ફોન બંધ કરી દીધા. સુનીલે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ગોવામાં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટના બહાને 10.75 લાખ પડાવી લીધા

Vadodara: ગોવામાં લાગેલા પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટના હોર્ડિંગ જોઇને દુબઇની કંપનીના એકાઉન્ટન્ટે ભેજાબાજોની જાળમાં ફસાઇને 10.75 લાખ ગુમાવ્યા હતા.

કારેલીબાગની સતકાર સોસાયટીમાં રહેતા અને દુબઇમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા સુનીલ ભગવાનદાસ બુલચંદાનીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ઓગસ્ટ 2025માં મારો મિત્ર હરગોવિંદ રોચવાની પરિવાર સાથે ગોવા ફરવા ગયો હતો. ત્યાં બાઘા બીચ પર એક હોર્ડિંગ લગાવ્યું હતું. જેમાં 32 એનડી એવેન્યુ કંપનીએ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લોન્ચ કરી છે, તેમાં ઇન્વેસ્ટમેન્ટની વાત કરી હતી.
અનંત સુથો અને રાહુલ મેહરા નામના લોકોએ મારી તથા પૂજા રોચવાની સાથે ગુગલ મીટ પર વીડિયો કોલથી વાતચીત કરીને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે ખૂબ જ આકર્ષક સમજાવટ આપી હતી. મેં તેઓને કુલ 10.75 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.

નાણાં ટ્રાન્સફર થઈ ગયા બાદ જ્યારે મેં સામેથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ કોઈ જવાબ આપ્યો નહોતો અને પોતાના ફોન બંધ કરી દીધા હતા. આથી મારી સાથે રુ. 10.75 લાખની ગંભીર છેતરપિંડી થઈ હોવાનું મને સ્પષ્ટ જણાતાં મેં તુરંત સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.