Baroda

વડોદરા: વર્લ્ડ રેબિસ ડે પૂર્વે રખડતા શ્વાનનો વધતા ત્રાસ વચ્ચે 100 શ્વાનને રસી અપાઈ

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ વચ્ચે 28 સપ્ટેમ્બરે વર્લ્ડ રેબિસ ડે પૂર્વે મહાનગરપાલિકા અને હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ્સ ઈન્ડિયાએ રસીકરણ ઝુંબેશ ચલાવી. 26 સપ્ટેમ્બરે સયાજીગંજ સહિતના વિસ્તારોમાં 100 રખડતા શ્વાનને નિઃશુલ્ક એન્ટી રેબિસ રસી અપાઈ. રેબિસથી બચાવ અને રસીકરણને પ્રોત્સાહન આપવાનો આ મુખ્ય હેતુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: વર્લ્ડ રેબિસ ડે પૂર્વે રખડતા શ્વાનનો વધતા ત્રાસ વચ્ચે 100 શ્વાનને રસી અપાઈ

Vadodara: વડોદરા શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે ત્યારે આગામી 28 સપ્ટેમ્બરે વર્લ્ડ રેબિસ ડેની ઉજવણી થનાર છે. તેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા અને હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ્સ ઈન્ડિયા દ્વારા રખડતા શ્વાનના રસીકરણ માટેની ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત આજે તા. 26 સપ્ટેમ્બરના રોજ સયાજીગંજ વિસ્તારમાં રખડતા શ્વાનને રસી આપવાની કામગીરી હાથ ધરાઈ છે. કૂતરાઓ માટે નિઃશુલ્ક એન્ટી રેબીસ રસીકરણ અને આરોગ્ય તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી ભીમનાથ મહાદેવ મંદિર (નવનાથ) નજીક, જેતલપુર બ્રિજ, સ્વામી વિવેકાનંદ રેલવે ઓવરબ્રિજ, સૂર્યા પેલેસ હોટેલ નજીક અને પરશુરામ નગર સહિતના વિસ્તારોમાં આ કામગીરી કરાઇ છે.

ઝુંબેશ દરમિયાન 100 રખડતા શ્વાનને રસી અપાઈ છે. રેબિસ જેવા જીવલેણ રોગથી બચાવ અને રખડતા શ્વાનના રસીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે.