સાયબર ફ્રોડ માટે યુવતીઓનો ઉપયોગ : વડોદરા રેલવેના એન્જિનિયરે 12.29 લાખ ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Cyber Fruad : સાયબર ફ્રોડ માટે યુવતીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે. વડોદરાના રેલવે વિભાગના એક એન્જિનિયર સાથે આવી જ રીતે રૂ.12.29 લાખની ઠગાઇ થતાં સાયબર સેલને ફરિયાદ કરી છે.
ગોરવાની પંચવટી સોસાયટીમાં રહેતા અને પ્રતાપનગર રેલવેમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દિલીપસિંહ શિનોરાએ પોલીસને કહ્યું છે કે જુલાઇ-2026માં મારા પર ગીતા ઠાકુરના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતાં મેં સ્વીકારી હતી. ત્યારબાદ તેણે આધારકાર્ડ અને મોબાઇલ નંબર મોકલતાં અમારી વચ્ચે સોશ્યલ મીડિયા પર વાત થઇ હતી.
ગીતા ઠાકુરે મને કહ્યું હતું કે તે યુએસએ બેઝ્ડ વે ફેર પ્લેટફોર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને સારો પ્રોફિટ મેળવે છે. જો તમારી ઇચ્છા હોય તો મારા રેફરન્સથી સેલર એકાઉન્ટ ખોલી શકાશે. મેં તેની વાતોમાં વિશ્વાસ મૂકીને એકાઉન્ટ ખોલાવ્યું હતું. એન્જિનિયરે કહ્યું છે કે તા.30-6-26 થી તા.15-9-26 દરમિયાન મારા ખાતામાંથી કુલ રૂ.12.29 લાખ રોક્યા હતા. જેની સામે માત્ર રૂ.6700 જ ઉપાડી શકાયા હતા. બાકીની રકમ ઉપાડવા માટે ચાર્જ માગવામાં આવતો હતો. ગીતા ઠાકુરને વાત કરતાં તેણે કંપનીના નંબર આપી વાત કરવા કહ્યું હતું. પરંતુ ત્યાંથી કોઇ રિસ્પોન્સ મળતો નહતો. ગીતાનો નંબર પણ બદલાઇ ગયો હતો અને બીજા નંબર પર નેહા શર્મા નામ આવતું હતું. સાયબર સેલે આ અંગે ગુનો નોંધ્યો છે.




