બરોડા મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગમાં રિશફલિંગથી હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બરોડા મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર્સના રિશફલિંગના મુદ્દે હોબાળો થયો છે. જે અંગે ડીન સમક્ષ રજૂઆત કરાઇ છે. ડીન દ્વારા આ વિવાદના ઉકેલ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી રિપોર્ટ કરશે. ત્યારબાદ નિર્ણય લેવાશે.
આ અંગેની વિગત એવી છે કે, બરોડા મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં ૬ યુનિટમાં ૧૮ રેસિડેન્ટ ડોક્ટર્સ છે. તે તમામના યુનિટ ફેર કરવામાં આવતા તેઓએ એચ.ઓ.ડી. ડો. મુકેશ પંચોલીની કાર્યવાહીથી નારાજ થઇ ડીન સમક્ષ રજૂઆત કરી હતી.ડીનનું કહેવું છે કે, છ પૈકીના એક યુનિટમાં બે રેસિડેન્ટ માંદગીના કારણે લાંબા સમયથી રજા પર છે.તેના કારણે તે યુુનિટમાં માત્ર એક રેસિડેન્ટ પર કામનું ભારણ આવી જાય છે. જેથી, એચ.ઓ.ડી. દ્વારા કોઇપણ બે રેસિડેન્ટ્સને આ યુનિટમાં સ્વેચ્છાએ જવા માટે કહેવામાં આવ્યું હતું.પરંતુ, કોઇ તૈયાર નહીં થતા હેડ દ્વારા બે રેસિડેન્ટને અન્ય યુનિટમાંથી ત્યાં એપોઇન્ટ કરાયા હતા. જેના પગલે પક્ષપાતનો આક્ષેપ થતા હેડ દ્વારા તમામ રેસિડેન્ટ ડોક્ટર્સનું રિશફલિંગ કરવામાં આવ્યું હતું. જેના પગલે નારાજ રેસિડેન્ટ્સ દ્વારા ડીનને રજૂઆત કરાઇ હતી કે, અમે ઘણા સમયથી જે - તે યુનિટમાં છીએ. આ તબક્કે અમારા યુનિટ બદલવામાં આવતા તકલીફ પડી રહી છે. આ નિર્ણય અયોગ્ય છે. જેના પગલે ડીન દ્વારા કમિટી બનાવી બંને પક્ષના નિવેદનો લઇ રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.




