Baroda

અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાનો અછોડો તોડનારી બે મહિલા પકડાઈ

By GS Team
29 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં દંતેશ્વર-તરસાલી રિંગ રોડ પર રહેતા સંતોષકુમારના ઘરે આવેલા લીલાબેન અટલાદરા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા. 31 મેના રોજ મંદિરમાંથી તેમના ગળામાંથી 6.48 ગ્રામ વજનનું મંગળસૂત્ર ચોરાઈ ગયું હતું. અટલાદરા પોલીસે આ ગુનામાં અમદાવાદની સુભદ્રાબેન દંતાણી અને જ્યોતિબેન દંતાણી નામની બે મહિલાઓને ઝડપી પાડી, તેમની પાસેથી મંગળસૂત્ર કબજે કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાનો અછોડો તોડનારી બે મહિલા પકડાઈ

Vadodara Chain Snatching : વડોદરાના દંતેશ્વર-તરસાલી રિંગ રોડ પર દર્શનમ એન્ટીકામાં રહેતા સંતોષકુમાર ગંગારામ લુસ્ટે દરજીપુરા એરફોર્સમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. 30મેના રોજ તેમની મામાની દીકરી લીલાબેન તથા તેમના પતિ બાબુભાઈ પરિવાર સાથે સંતોષકુમારના ઘરે આવ્યા હતા બીજા દિવસે એટલે કે 31મી તારીખે પૂનમ હોય તેઓ કાર લઈને અટલાદરા સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા માટે ગયા હતા. તે દરમિયાન લીલાબેનના ગળામાંથી 6.48 ગ્રામ વજનનું મંગળસૂત્ર કોઈ ચોરી ગયું હતુ. આ ગુનામાં સામેલ બે મહિલાઓને અટલાદરા પોલીસે ઝડપી પાડી છે. (1) સુભદ્રાબેન ભરતભાઈ દંતાણી અને (2) જ્યોતિબેન જયેશભાઈ દંતાણી (બંને રહે. દેવીપુરાના છાપરામાં મણીનગર અમદાવાદ) પાસેથી પોલીસે મંગળસૂત્ર કબજે લીધું છે.