Baroda
વાડી વિસ્તારમાં મકાનની છત ધરાશાઈ થતાં દબાયેલા બે જણાનું રેસ્ક્યુ
By GS Team
2 Jul 20261 min read
વડોદરાના વાડી મોટીવોરવાડમાં વહેલી સવારે એક જૂના મકાનની છત ધડાકાભેર ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં મોહમ્મદ અલ્તાફ અને નૂર જહાબાને ઈજાઓ પહોંચી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંનેને બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. કોર્પોરેશને 1000થી વધુ જર્જરિત મકાનોને નોટિસ આપી હોવા છતાં, લોકો જીવના જોખમે આવા મકાનોમાં રહે છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Wall Collapse : વડોદરામાં ચોમાસા દરમિયાન જર્જરિત મકાનો જોખમી બનતા હોય છે અને મકાનો તૂટવાના તેમજ જાનહાનિ થવાના આ વારંવાર બનાવ બનતા હોય છે ત્યારે વાડી વિસ્તારમાં પરોઢિયે આવો જ એક બનાવ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વાડી મોટીવોરવાડમાં એક જૂના મકાનની છત ધડાકા સાથે ધરાશાઈ થતાં મોહમ્મદ અલ્તાફ અને નૂર જહાબાને ઈજાઓ પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા બંનેનું રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે તાજે થોડા સમય પહેલા જ કોર્પોરેશન દ્વારા 1000થી વધુ જુના મકાનોને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં આવા મકાનોમાં હજી લોકો જાનના જોખમે રહે છે.