Baroda

૨૪ કલાક દરમિયાન શંકાસ્પદ ચાંદીપુરાના વધુ બે કેસ

By GS Team
25 Jul 20261 min read
TukuTouch Logo
સયાજી હોસ્પિટલમાં 24 કલાકમાં ચાંદીપુરા વાયરસના વધુ 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. પંચમહાલના 7 વર્ષના બાળક અને વડોદરા ગ્રામ્યની 2 વર્ષની બાળકીમાં લક્ષણો જણાતા તેમને સારવાર અર્થે દાખલ કરાયા છે. બંનેના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા છે, જેના રિપોર્ટ પેન્ડિંગ છે. હાલ 7 બાળકો સારવાર હેઠળ છે; 4ના રિપોર્ટ પેન્ડિંગ છે, જ્યારે 3ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૨૪ કલાક દરમિયાન શંકાસ્પદ ચાંદીપુરાના વધુ બે  કેસ

સયાજી હોસ્પિટલમાં ચોવીસ કલાક દરમિયાન શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વધુ બે કેસ નોંધાયો છે. બંનેના સેમ્પલ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટ હજી પેન્ડિંગ છે.
પંચમહાલના ૭ વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જણાતા તેેેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમજ વડોદરા ગ્રામ્યની બે વર્ષની બાળકીમાં પણ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાઇ આવતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં કુલ ૭ બાળકો સારવાર લઇ રહ્યા છે. જે પૈકી ચાર બાળકોના રિપોર્ટ પેન્ડિંગ છે. જ્યારે ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.