વડોદરામાં ડૂબવાના બે બનાવ : હું મહીસાગરમાં જાઉં છું, રાત્રે ભાઈને ફોન કરનાર યુવકની શોધખોળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Drowning : વડોદરામાં વાઘોડિયા તેમજ સિંધરોટ ખાતે ડૂબવાના બનેલા જુદા જુદા બે બનાવ અંગે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.
વડોદરા નજીક રાયપુરા ગામે રહેતા બ્રિજેશ નામના યુવકનો તેના ભાઈ ઉપર મધરાતે ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે હું મહીસાગરમાં જાઉં છું, મારો મોબાઇલ અહીંયા પડ્યો છે. જેથી પરિવાર જેનો ગભરાયા હતા અને દોડધામ કરી મૂકી હતી.
આ દરમિયાન સિંધરોટ ખાતે મહીસાગરના કિનારેથી તેનો મોબાઇલ મળી આવ્યો હતો તેમજ ચંપલ પણ બહાર નજરે પડ્યા હતા. જેથી યુવક અંદર પડ્યો હોવાની આશંકાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે વડોદરાફાયર બ્રિગેડની મદદ લીધી છે.
અન્ય એક બનાવમાં વડોદરા નજીક વાઘોડિયાના આલમગઢ ખાતે એક યુવક કુવામાં પડ્યો હોવાની માહિતી મળતા વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.









