Baroda

મકરપુરામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા : સપ્લાયર વોન્ટેડ

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના મકરપુરા પોલીસે બાતમીના આધારે જશોદા કોલોની, ડાહીબા નગર પાસેના ખુલ્લા ગ્રાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઝાડી-ઝાંખરાની આડમાં વેચાતો ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં સુરેશ ઉર્ફે કાંચો થાપા અને લાલજીભાઈ ઉર્ફે અજય પંચાલ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ₹23,855ની કિંમતની દારૂની કુલ 98 બોટલ જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં રાહુલ ઉર્ફે શૈલેષ રાઠવાએ દારૂ પૂરો પાડ્યો હોવાનું સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મકરપુરામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા  : સપ્લાયર વોન્ટેડ

Vadodara Liquor Raid : વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી લીધા છે.
મકરપુરા પોલીસની ટીમને માહિતી મળી હતી કે, જશોદા કોલોની, ડાહીબા નગર પાસેના ખુલ્લા ગ્રાઉન્ડમાં ઝાડી-ઝાંખરાની આડમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે સ્થળ પર રેડ કરીને સુરેશ ઉર્ફે કાંચો ટેકબહાદુર થાપા (ઉં.વ. 31) અને લાલજીભાઈ ઉર્ફે અજય નટવરભાઈ પંચાલ (ઉં.વ. 37) નામના બે આરોપીને ઝડપી પાડયા હતા.
પોલીસે દારૂની કુલ 98 બોટલ કિંમત રૂપિયા 23,855 કબજે કરવાની છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, દારૂનો આ જથ્થો રાહુલ ઉર્ફે શૈલેષ રાઠવા નામના શખ્સે પૂરો પાડયો હતો.