Baroda

રિક્ષામાં દારૃ વેચતી મહિલા સહિત બે ઝડપાયા

By GS Team
11 Jul 20261 min read
TukuTouch Logo
માંજલપુર પોલીસે દરબાર ચોકડી નજીકથી વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલાને ઝડપી પાડી છે. રિક્ષામાં ભરેલી 96 બોટલ દારૂ કિંમત ₹9,600 સાથે, પોલીસે ₹62,600નો મુદ્દામાલ જપ્ત કર્યો. વિપુલ રાઠવા અને સુરલીબેન રાઠવા વિરુદ્ધ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દારૂ છોટાઉદેપુરથી લાવવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

રિક્ષામાં દારૃ વેચતી મહિલા સહિત બે ઝડપાયા

માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે, માંજલપુર દરબાર ચોકડી નજીક ઊભેલી રિક્ષામાં ભરેલા વિદેશી દારૃનું વેચાણ એક મહિલા કરી રહી છે.જેથી, પોલીસની ટીમે ઉપરોકત સ્થળે જઇને તપાસ કરતા રિક્ષા મળી આવી હતી. પોલીસને રિક્ષામાંથી દારૃની ૯૬ બોટલ કિંમત રૃપિયા ૯,૬૦૦ ની મળી આવી હતી. પોલીસે દારૃ, મોબાઇલ અને રિક્ષા મળી કુલ ૬૨,૬૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે વિપુલ કિશનભાઇ રાઠવા (રહે. વુડાના મકાનમાં,સોમા તળાવ, મૂળ રહે. છોટાઉદેપુર) તથા સુરલીબેન બસલાભાઇ રાઠવા (રહે.જૂના પટેળ ફળિયું, સુરખેડા ગામ, છોટાઉદેપુર) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.