Baroda
સરકારી સ્ટોરમાં ચોરીના ગુનામાં બે ઝડપાયા
By GS Team
25 Jul 20261 min read
આજવા ચોકડી પાસે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સ્ટોરમાંથી ₹1.50 લાખના સામાનની ચોરી કરનાર બે શખ્સોને કપુરાઈ પોલીસે ઝડપી પાડ્યા છે. ગત 17 જુલાઈએ લોખંડની જાળી તોડી અપર-લોઅર વાલ્વ એસેમ્બલી સહિતનો સામાન ચોરાયો હતો. રાજસ્થાનના કરનસિંગ હેલોત અને પંકેશ ડામોર, હાલ વૃંદાવન ચાર રસ્તા પાસે રહેતા, તેમની પાસેથી પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

નેશનલ હાઈવે ૪૮ પર આજવા ચોકડી પાસે આવેલા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મિકેનિકલ સ્ટોરમાંથી લોખંડની જાળી તોડી સામાનની ચોરી કરનાર બે શખ્સોને કપુરાઈ પોલીસે ઝડપી પાડયા છે.
ગત ૧૭ જુલાઈએ સ્ટોરમાંથી અપર વાલ્વ એસેમ્બલી, લોઅર વાલ્વ એસેમ્બલી, ચેક વાલ્વ ગાઇડ, ચેક વાલ્વ સીટ તથા મોડિફાઇડ સ્પેસર સહિતનો રૃા. ૧.૫૦ લાખની કિંમતનો સામાન ચોરી થયો હતો.
આરોપી કરનસિંગ રતના હેલોત (રહે. રાજસ્થાન) અને પંકેશ દિતા ડામોર (રહે. રાજસ્થાન), બંને હાલ વૃંદાવન ચાર રસ્તા પાસે ફૂટપાથ પર રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો રૃા. ૧.૫૦ લાખનો મદામાલ રિકવર કર્યો છે.