Baroda
મોપેડની ડીકીમાંથી રોકડા ૧.૮૦ લાખ ચોરી બે ફરાર
By GS Team
7 Sep 20261 min read
માંજલપુરના વાસુદેવ માળી ખંડેરાવ માર્કેટમાં ફૂલનો વેપાર કરે છે. ગઈકાલે સવારે 5 વાગ્યે વેપારીઓના બિલ ચૂકવવા ₹1.80 લાખ રોકડા અને ATM કાર્ડ સાથેની થેલી મોપેડની ડીકીમાં મૂકી ઘરેથી નીકળ્યા હતા. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે મોપેડ પાર્ક કર્યું ત્યારે બે અજાણ્યા એક્ટિવા સવારો ડીકીમાંથી રોકડ અને ATM કાર્ડની થેલી લઈ ફરાર થઈ ગયા. રાવપુરા પોલીસે ગુનો નોંધ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુર વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષના વાસુદેવ માળી ખંડેરાવ માર્કેટ ખાતે ફુલનો વેપાર કરે છે. ગઈકાલે રવિવારે સવારે પાંચ વાગ્યે ફુલના વેપારીઓના બિલ ચૂકવવાના હોવાથી તેઓ રૃા.૧.૮૦ લાખ રોકડા તથા બેંકના એટીએમ કાર્ડ સાથેની થેલી મોપેડની ડીકીમાં મૂકી પોતાના ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ એમણે પોતાનું મોપેડ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામે પાર્ક કર્યું હતું. આ દરમિયાન બે અજાણ્યા એક્ટિવા સવાર શખ્સો એમના મોપેડની ડીકીમાંથી રોકડ રકમ અને એટીએમ કાર્ડની થેલી લઈ ફરાર થઈ ગયા જતા રાવપુરા પોલીસે ગુનો નોંધ્યો છે.