દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે-પર વડોદરા નજીક 12 લાખના દારૂ સાથે ટ્રક પકડાઈ, 27 લાખનો મુદ્દા માલ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર ફરી એક વખત દારૂનો મોટો જથ્થો પકડાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર વાસદ નજીક દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી કુલ રૂ 27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને દારૂની હેરાફેરી બાબતે મળેલી વિગતોને પગલે ગઈ મોડી સાંજે એક્સપ્રેસ વે પરથી વાસદ જવાના રસ્તા ઉપર વોચ રાખી હતી. પોલીસે અમરેલી તરફ દારૂ લઈ જવા નીકળેલી ટ્રક ને પકડવા માટે એક ટ્રકમાં બેસીને બે થી ત્રણ કિલોમીટર સુધી પીછો કર્યો હતો અને વાસદ નજીક દારૂ ભરેલી ટ્રકને આંતરી હતી.
પોલીસે ટ્રક ને તપાસતા તેમાં વેસ્ટ પાવડર ની 400 થી વધુ થેલીઓ મળી આવી હતી. જેથી ટ્રક પોલીસ સ્ટેશનને લઈ જઈ વધુ તપાસ કરતા પાવડરની થેલીઓની નીચેથી રૂ 12.80 લાખની કિંમતની 7152 બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવર કાશીદ મોહમ્મદ રફીક બલોચ (લાલખાણ, જામનગર) ની ધરપકડ કરી ટ્રક અને દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી હતી.
આ ઉપરાંત પોલીસે જામનગરના આશિફ કાસમ ભાઈ જોખિયા તેમજ દારૂ મંગાવનાર અને દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યા છે.




