Baroda

વિશ્વ પ્રાણી દિવસે વડોદરા કોર્પોરેશને મચ્છી માર્કેટ બંધ કરાવતા વેપારીઓનો હોબાળો

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા 2 ઓક્ટોબર અને 4 ઓક્ટોબરે કતલખાના તથા નોનવેજની દુકાનો બંધ રાખવાનો આદેશ અપાયો હતો. જોકે, કેટલાક વેપારીઓએ નિયમનો ભંગ કરતાં કોર્પોરેશનની ટીમે જેતલપુર, તાંદલજા, અકોટા સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરી દુકાનો બંધ કરાવી હતી. વેપારીઓએ ભેદભાવનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેશને જેતલપુર માર્કેટને દંડ પણ ફટકાર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ પ્રાણી દિવસે વડોદરા કોર્પોરેશને મચ્છી માર્કેટ બંધ કરાવતા વેપારીઓનો હોબાળો

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતી અને 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે કોર્પોરેશન સંચાલિત કતલખાના બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત નોનવેજનો વેપાર કરતા અન્ય તમામ વેપારીઓને પણ આ બંને દિવસે વ્યવસાય બંધ રાખવા જણાવાયું હતું. જોકે શહેરના અનેક વિસ્તારોમાં વેપારીઓ દ્વારા કોર્પોરેશનની સૂચનાનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું હતું.
ગઈકાલે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે કોર્પોરેશનની ટીમે નોનવેજનો વેપાર કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેતલપુર બ્રિજ નીચે આવેલા મચ્છી માર્કેટમાં કોર્પોરેશનની ટીમ ત્રાટકી હતી અને માર્કેટ બંધ કરાવવાની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન વેપારીઓએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓનો આક્ષેપ હતો કે કોર્પોરેશન દ્વારા માત્ર જેતલપુર મચ્છી માર્કેટ સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં નોનવેજનું વેચાણ ચાલુ હોવા છતાં ત્યાં કાર્યવાહી થતી નથી. નવાપુરા, પાણીગેટ, યાકુતપુરા સહિતના વિસ્તારોમાં વેચાણની પ્રવૃત્તિ ચાલુ હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો હતો. વેપારીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે નિયમ લાગુ કરવો હોય તો તમામ માટે એકસરખો લાગુ કરવો જોઈએ.
બીજી તરફ કોર્પોરેશનની ટીમ દ્વારા તાંદલજા, અકોટા સહિતના વિસ્તારોમાં પણ દુકાનો બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્પોરેશનના નિયત સમયપત્રક મુજબ વર્ષ દરમિયાન કુલ 12 દિવસ નોનવેજનો વેપાર બંધ રાખવાનો હોય છે. જેતલપુર મચ્છી માર્કેટ 2 ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે પણ ચાલુ હોવાને પગલે નોટિસ આપી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.
વિશ્વ પ્રાણી દિવસે પણ જેતલપુર માર્કેટ સહિતના સ્થળોએ વેપારીઓને સમજાવવા છતાં ધંધો બંધ ન કરતાં કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી હતી.