વડોદરાના ઇન્વેસ્ટરને રોજ 20 ટકા સુધી રિટર્નની લાલચ આપી 1.95 કરોડ ઠગી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વધુ એક ઇન્વેસ્ટર સાથે ઓનલાઇન ઠગાઇનો કિસ્સો બન્યો છે. વેપારીએ રૃ.૧.૯૫ કરોડ જેટલી મોટી રકમ ગુમાવી દેતાં તેની અત્યંત હાલત કફોડી બની છે,જેથી પોલીસે તેની ઓળખ જાહેર નહિ કરવા ખાસ અપીલ કરી છે.
ફતેગંજ વિસ્તારના સુનિલભાઇ શાહ (નામ બદલ્યું છે) નામના વેપારીને ગઇ તા.૧૧ મી જુલાઇએ એચડીએફસી સિક્યુરિટીઝ ધ ગેટ ઓફ વેલ્થ નામના વ્હોટ્સએપ ગુ્રપમાં જોઇન કરવામાં આવ્યા હતા.ગુ્રપ એડમિન નિશા વર્મા ટ્રેડિંગ અને શેર માર્કેટની ટિપ્સ આપતી હતી.જ્યારે ગુ્રપના ઉમેશ શર્માએ એચડીએફસી સિક્યુરિટીઝ ટીમમાં ડીએમએ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવા માટે આગ્રહ રાખી વેપારીને બીજા એક ગુ્રપમાં એડ કર્યા હતા.
ત્યારબાદ વેપારીને રોજના ૫ થી ૨૦ ટકા સુધીના રિટર્નની ગેરેન્ટી આપીને રોકાણ કરવા માટે એક લિન્ક આપવામાં આવી હતી. જેમાં નિશાએ ફોર્મ ભરાવ્યું હતું અને એક એકાઉન્ટ પણ ખોલાવી આપ્યું હતું.ઉપરોક્ત કંપની સેબીમાં રજિસ્ટર્ડ થયેલી છે તેના પ્રમાણપત્ર પણ મોકલતાં વેપારીને વિશ્વાસ બેઠો હતો.
વેપારીએ ઓનલાઇન એકાઉન્ટમાં અઢી મહિનામાં કુલ રૃ.૧.૯૫કરોડ જેટલી રકમ જમા કરાવી હતી.જેની સામે તેને માત્ર રૃ.૨.૩૨ લાખ જ પાછા મળ્યા હતા.વેપારીના એકાઉન્ટમાં રૃ.૬.૧૬ કરોડનું બેલેન્સ દેખાતું હોવા છતાં તેઓ રકમ ઉપાડી શકતા નહતા. ઠગો દ્વારા તેમની પાસે મની લોડિંગના નામે રૃ.૨૦ લાખની રકમ માગવામા આવતી હોવાથી તેમને શંકા થઇ હતી અને સાયબર સેલને જાણ કરી હતી.
SEBI ના નામે મોકલાતા સર્ટિફિકેટની ચકાસણી કરનાર બચી શકે છે
ઇન્વેસ્ટરોને ફસાવવા માટે છેલ્લા કેટલાક સમયથી ઠગો દ્વારા તેમની કંપનીનું સેબીમાં રજિસ્ટ્રેશન કરાયું હોવાના સર્ટિફિકેટ મોકલવામાં આવે છે.સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતે કહ્યું હતું કે,ઠગો દ્વારા ઇન્વેસ્ટરનો વિશ્વાસ સંપાદન કરવા માટે બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવતા હોય છે.ઘણા ઇન્વેસ્ટર સેબીનું સર્ટિફિકેટ જોઇ લાખોની રકમ ઇન્વેસ્ટ કરતા હોયછે.આવા કિસ્સાઓમાં સેબી દ્વારા રજિસ્ટર્ડ કંપનીઓની ઓનલાઇન ચકાસણી કરવી આસાન છે.જો રોકાણકારો આવી કંપની ચકાસે તો પણ તેઓ બચી શકે તેમ છે.ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમોથી રોકાણકારોએ વધુ સાવધ રહેવું જોઇએ.




