Baroda

વિદેશ મોકલવાના નામે 16 જણા પાસે 1.23 કરોડ પડાવનાર તિરૃપતિ ઇમિગ્રેશનના પિતા-પુત્રનો પત્તો નથી

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં વિદેશ મોકલવાના બહાને 16 લોકો સાથે ₹1.23 કરોડની છેતરપિંડી થઈ છે. અલકાપુરીની તિરુપતિ ઈમિગ્રેશન ઓફિસના સંચાલક જિજ્ઞાસુ પટવા અને પુત્ર કશ્યપ પટવા સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કેટલાક કેસમાં પૈસા લીધા પછી પણ ફાઇલ પ્રોસેસ નહોતી કરાઈ. પિતા-પુત્ર બંને ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશ મોકલવાના નામે 16 જણા પાસે 1.23 કરોડ પડાવનાર તિરૃપતિ ઇમિગ્રેશનના પિતા-પુત્રનો પત્તો નથી

વિદેશ મોકલવાના નામે ૧૬ જણા સાથે છેતરપિંડી કરવાના કેસમાં અલકાપુરીની તિરૃપતિ ઈમિગ્રેશન ઓફિસના સંચાલક પિતા-પુત્રનો કોઇ પતો લાગ્યો નથી.
પ્રોડક્ટિવિટી રોડ પર અરાઈઝ કોમ્પ્લેક્સમાં આવેલી તિરૃપતિ ઈમિગ્રેશનના સંચાલક જિજ્ઞાાસુ પટવા અને તેના પુત્ર કશ્યપ પટવા સામે ચાર દિવસ પહેલાં અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.જેમાં કુલ ૧૬ જેટલા લોકોએ કેનેડા અને અન્ય દેશોમાં મોકલવાના નામે રૃ.૧.૨૩ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો.
પોલીસને એવી પણ માહિતી આપવામાં આવી હતી કે કેટલાક કેસમાં તો રૃપિયા લઇ લીધા પછી પણ ફાઇલનો પ્રોસેસ કરવામાં આવ્યો નહતો.જેથી અકોટાના પીઆઇ ડીબી બલદાનિયાએ આ ગુનાની તપાસ પીએસઆઇ એલ જે પરમારને સોંપતા પોલીસે પુરાવા એકત્રિત કરવાની તજવીજ કરી છે અને ભોગ બનેલા હોય તેવા લોકોને સંપર્ક કરવા તાકીદ કરી છે.
પોલીસના કહ્યા મુજબ,આ કેસમાં બંને આરોપીને શોધવા માટે તેમના પાણીગેટ ગોવિંદરાવ પાર્ક નજીકના પ્રેમલપાર્કના મકાને તેમજ ઓફિસ સહિતના સંપર્ક સ્થાનોએ તપાસ કરવામાં આવી છે પણ બંનેના કોઇ સગડ નથી.