ઇન્વેસ્ટમેન્ટ અને લોનના નામે ઓનલાઇન ઠગાઇમાં વડોદરાના ત્રણ જણાએ 15 લાખ ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ઓનલાઇન ઠગાઇના વધુ ત્રણ કિસ્સા સાયબર સેલ સમક્ષ આવ્યા છે.જેમાં ગઠિયાઓએ લોન અપાવવાના નામે અને ઇન્વેસ્ટમેન્ટના નામે રૃ.15લાખ જેટલી રકમ પડાવી લેતાં પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.આવા કિસ્સાઓની વિગતો આ મુજબ છે.
લોનના નામે એન્જિનિયર સાથે 5.28લાખ પડાવ્યા
ન્યુ સમા રોડની પંચશીલ સૈનિક સોસાયટીમાં રહેતા એન્જિનિયર સાથે ઠગાઇની ગઇકાલે લોન વધારી આપવાના નામે ઠગાઇની ફરિયાદ નોંધાયા બાદ તેની કંપનીમાં નોકરી કરતા અને તેની સાથે જ રહેતા બીજા એક એન્જિનિયર દીપકકુમાર દૂબે સાથે પણ બજાજ ફાઇનાન્સના નામે રૃ.૬ લાખની લોન મંજૂર કરાવી છેતરપિંડીનો બનાવ બન્યો છે.ઠગોએ રૃ.છ લાખને બદલે રૃ.૮.૭૮ લાખની લોન મંજૂર થઇ હોવાનું કહી વધારાની રકમ ટ્રાન્સફર કરાવી હતી. ત્યારપછી લોન સેટલમેન્ટ કરાવાના નામે બીજા રૃ.૨.૫૦લાખ પડાવી લીધા હતા.
ઇન્વેસ્ટમેન્ટના નામે 4.49 લાખ ટ્રાન્સફર કરાવી લીધા
હરણીની કામાક્ષી હાઇટ્સમાં રહેતા મૂળ બેંગ્લોરના વતની પ્રસતાકુમાર ભાનજાને એક વોટ્સએપ ગુ્રપમાં જોઇન કરીને ઇન્વેસ્ટમેન્ટની ટિપ્સ આપવામાં આવતી હતી.આ ગુ્રપમાં બીજા ૧૮૩ મેમ્બર્સ હતા.ઇન્વેસ્ટર પાસે જેબીએક્સવન નામની એપ ડાઉનલોડ કરાવી તેમાં રજિસ્ટ્રેશન કરાવીને એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું અને કુલ રૃ.૪.૪૯ લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.આ રોકાણ સામે ૧૨૭ ટકા પ્રોફિટ દેખાતો હતો.પરંતુ રકમ ઉપાડવા માટે ઠગો વધુને વધુ રકમ માગતા હોઇ ફરિયાદકરી છે.
રોજ કેશબેકની સ્કીમમાં રોકાણ કરાવી યુવક સાથે 5.02 લાખની ઠગાઇ
શહેરના વાડી રંગમહાલમાં રહેતા જલ પટેલ નામના યુવકે મિત્રના કહેવાથી એસડીપે નામની કંપનીમાં રોકાણ કર્યું હતું.જેમાં રોજ કેશબેકની પણ સવલત હતી.યુવકે રૃ.૫.૦૨ લાખ રોક્યા હતા અને કેશબેક સાથે રૃ.૭.૪૩ લાખ જેટલી રકમ થતી હતી.પરંતુ તેને કેશબેક કે રોકાણ કરેલી રકમ પરત મળતી નથી,જેથી આ અંગે સાયબર સેલમાં ફરિયાદ કરી છે.




