Baroda

મોબાઈલ ટાવરમાંથી કાર્ડ ચોરી કરી અન્ય કંપનીઓને પહોંચાડતા ત્રણ કર્મચારી ઝડપાયા

By GS Team
27 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં મોબાઈલ ટાવરના બોક્સમાંથી મધર કાર્ડ ચોરતી ટેકનિશિયન અને સુપરવાઇઝરની ત્રિપુટી ઝડપાઈ છે. ઇન્ડસ કંપનીના ટાવરોમાંથી ASIB કાર્ડ ચોરી કરી, 50,000 રૂપિયામાં એરટેલ કંપનીને વેચી દેતા હતા. પોલીસે 49,000 રોકડા સાથે પુરણ સિંહ રાઠોડ, રાજેશ પઢીયાર અને સંજય કોળીને ગાજરાવાડી પાસેથી દબોચી લીધા. આ ચોરીથી કંપનીને મોટું નુકસાન થતું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

મોબાઈલ ટાવરમાંથી કાર્ડ ચોરી કરી અન્ય કંપનીઓને પહોંચાડતા ત્રણ કર્મચારી ઝડપાયા

Vadodara News : વડોદરાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ટાવરોના બોક્સમાંથી મધર કાર્ડ ચોરીના બનતા બનાવોને પગલે પોલીસે વોચ રાખી મોબાઈલ ટાવરની દેખરેખ રાખતા ટેક્નિશિયન અને સુપરવાઇઝરની ત્રિપુટીને ઝડપી પાડી છે.
વડોદરાના અટલાદરા, ભાયલી, ગોત્રી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવરોના બીટીએસ બોક્સમાંથી મધર કાર્ડ મનાતા ASIB કાર્ડની ચોરી થતી હોવાના બનાવો બનતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ સર્વેન્સ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગાજરાવાડી સુએજ પંપીંગ સ્ટેશન પાસે પોલીસે સ્કોર્પિયો કાર લઇ ઉભેલા ઇન્ડસ કંપનીના ટેકનિશિયન પુરણ સિંહ કિશનસિંહ રાઠોડ(પરમ ડુપ્લેક્સ, બીલ ચાપડ રોડ) અને રાજેશ ચંદુભાઈ પઢીયાર (મોકમપુરા, રાયપુરા પાસે, તા વડોદરા) અને તેમજ સુપરવાઇઝર સંજય વિઠ્ઠલભાઈ કોળી(શ્રીનિવાસ સોસાયટી જુની બોડેલી, છોટાઉદેપુર) ને પોલીસે તપાસતા તેમની પાસેથી કુલ રૂ.49 હજાર રોકડા મળી આવ્યા હતા.
પોલીસે ત્રણેયને રોકડ રકમ બાબતે પૂછતા તેઓ ભાંગી પડ્યા હતા અને ઇન્ડસ કંપનીના ટાવરની દેખરેખ રાખવાની કામગીરી દરમિયાન રાત્રિના સમયે ગોત્રી, ભાયલી, અટલાદરા સહિતના વિસ્તારોમાંથી પાંચ ટાવરમાંથી કાર્ડ ચોરી કરી એક કાર્ડ રૂ.50 હજારમાં એરટેલ કંપનીને વેચી દેતા હોવાની વિગતો બહાર આવી હતી. કાર્ડ નીકળી જવાથી ટાવરનું કામ ઠપ થઈ જતું હતું. જેથી કંપનીને નુકસાન જતું હતું અને બીજી પ્રતિસ્પર્ધી કંપનીને ફાયદો થતો હતો. જેથી પોલીસે વધુ તપાસ જારી રાખી છે.