Baroda

બાળતસ્કરીના નેટવર્કમાં મુંબઇમાં વેચેલા ત્રણ બાળકો અને એજન્ટોનો કોઇ પત્તો નથી

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા પોલીસે બાળક વેચવા જતા મનોજ અને વીણાને પકડી બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો. થાણેના ડો. સચિનદેવ લોખંડે, તૌફિક મોમીન, સોહિલ અને માસ્ટરમાઈન્ડ સુનિલ રાવળ ઝડપાયા. સુનિલે અન્ય 3 બાળકોનો પણ સોદો કર્યાનું કબૂલતાં, રુપા જૈન, કવિતા, શીતલ અને પ્રવીણ જેવા એજન્ટોની શોધખોળ માટે પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાળતસ્કરીના નેટવર્કમાં મુંબઇમાં વેચેલા ત્રણ બાળકો અને એજન્ટોનો કોઇ પત્તો નથી

બાળ તસ્કરી ગેંગના નેટવર્કને ભેદવું વડોદરા પોલીસ માટે મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે.એક બાળકનો સોદો અટકાવનાર પોલીસ માટે અગાઉ વેચી દેવાયેલા ત્રણ બાળકોને શોધવાનું મુશ્કેલ બન્યું છે.
સિધ્ધપુરના મનોજ રાવળ અને તેની પત્ની વીણા આઠ દિવસના બાળકને મુંબઇ વેચવા જતા હતા ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આર એન બારૈયાએ તેમને ઝડપી પાડતાં બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો.
આ બનાવની તપાસ પોલીસ કમિશનરે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ કે જી લિમ્બાચિયાને સોંપતા તેમણે બાળકનો કબજો જેને સોંપવાનો હતો તે થાણેના ડોક્ટર સચિનદેવ લોખંડે તેમજ વચેટિયા તૌફિક મોમીન અને રિક્ષા ચાલક સોહિલ ઉર્ફે ડોક્ટર મોમીનને ઝડપી પાડયા હતા.
બાળકને સોંપવા મુંબઇ જઇ રહેલો મનોજ રાવળનો સિધ્ધપુરમાં રહેતો સાળો સુનિલ રાવળ માસ્ટર માઇન્ડ હોવાનું ખૂલતાં તેની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાયો છે.જે દરમિયાન તેણે બીજા ત્રણ બાળકોનો પણ મુંબઇમાં સોદો કર્યો હોવાની વિગતો બહાર આવતાં પોલીસ માટે વચેટિયાની ભૂમિકા ભજવનાર રૃપા જૈન,કવિતા,શીતલ અને પ્રવીણની તપાસ મહત્ત્વની બની છે.આ એજન્ટોનો હજી કોઇ પત્તો લાગ્યો નથી.જેથી પોલીસે મોબાઇલ સર્વેલન્સને આધારે તપાસ કરવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે.