વડોદરાના વાસ તળાવ પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા, બે ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Gambling Raid : વડોદરામાં કપુરાઈ પોલીસની ટીમને ગઈકાલે સાંજે 7 વાગ્યે બાતમી મળી હતી કે વાસ તળાવની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે બે શખ્સો પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા. પોલીસે પકડેલા આરોપીઓમાં ઉમેશ કંચન બારીયા (રહે. હીરાબાનગર, વાઘોડિયા રોડ), સુરેશ રમેશ માળી (રહે. ઉકાજીનું વાડિયું, પરશુરામ ગાર્ડનની સામે) અને રજનીકાંત સુરેશ ધોબી (રહે. પૂર્ણ કુટેર સોસાયટી, વાઘોડિયા રોડ)નો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ તેમજ બે મોપેડ સહિત કુલ રૂ.58,180નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે રોહિત રાઠોડિયા અને માધિયો નામના બે શખ્સોને પોલીસે ફરાર જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.




