પાદરા તાલુકાના ડબકા ગામમાં ચોરો ત્રાટક્યા : રૂ.1.61 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Theft Case : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામમાં બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરતાં રૂ.1.61 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. બનાવ અંગે વડુ પોલીસ સ્ટેશનમાં ચોરો સામે ગુનો નોંધાયો છે.
પાદરા તાલુકાના ડબકા ગામના સિકોતર માતા રોડ પર ટેલિફોન ટાવર સામે રહેતા નિવૃત્ત અરવિંદસિંહ હમીરસિંહ ગોહિલના મકાનમાં તા.26 જુલાઈની રાત્રે 10 વાગ્યાથી 27 જુલાઈની સવારે 9:30 વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમાં રહેલું લાકડાનું કબાટ તોડી તેમાં રાખેલી ચાર સોનાની વીંટી વજન આશરે 15.27 ગ્રામ તેમજ પાંચ ચાંદીના સિક્કા વજન આશરે 35 ગ્રામ મળી રૂ.1.61 લાખની મિલકત ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી સ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરો વડોદરા જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવોને અંજામ આપી પોલીસના નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે.









