Baroda

વાઘોડિયા રોડની શ્યામલ રેસીડેન્સીમાં ચોરીની ઘટના : ફ્લેટના ધાબેથી ચાર એસીની કોપર પાઇપ ચોરી તસ્કરો ફરાર

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્યામલ રેસીડેન્સીમાંથી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ ધાબા પરથી 4 ACની કુલ 32 ફૂટ કોપરની પાઇપ કાપી ચોરી કરી હતી. નિશાંત પુરોહિત સહિતના રહીશોના ACમાંથી પાઇપ ગાયબ થતાં નુકસાન થયું હતું. કપૂરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયા રોડની શ્યામલ રેસીડેન્સીમાં ચોરીની ઘટના : ફ્લેટના ધાબેથી ચાર એસીની કોપર પાઇપ ચોરી તસ્કરો ફરાર

Vadodara Theft Case : વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી શ્યામલ રેસીડેન્સીના ધાબા પરથી તસ્કરો ચાર એસીની કોપરની પાઇપ કાપીને ચોરી કરી નાસી છૂટ્યા હતા. કુલ 32 ફૂટ કોપરની પાઇપ ચોરી થતાં ફ્લેટના રહીશોને નુકસાન થયું હતું. આ મામલે કપૂરાઈ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નારાયણ ઇન્ટરનેશનલ શાળાની બાજુમાં આવેલી શ્યામલ રેસીડેન્સીમાં રહેતા 32 વર્ષીય નિશાંત પુરોહિત ચાની દુકાન ધરાવે છે. નિશાંતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 11 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે તેઓ પરિવાર સાથે ખરીદી કરવા બજારમાં ગયા હતા. રાત્રે 10:30 વાગ્યે ઘરે પરત ફર્યા બાદ ઘરમાં એર કન્ડિશનર ચાલુ કરતાં ઠંડક આવતી ન હતી. જેથી ફ્લેટના ધાબા પર જઈ તપાસ કરતાં એસીના ઇન્ડોર અને આઉટડોર વચ્ચે જોડાયેલી 8 ફૂટ લાંબી કોપરની પાઇપ અજાણ્યો શખ્સ કાપીને લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
નિશાંતના બાજુના રૂમમાં લગાવેલા એસીની પણ 8 ફૂટ કોપરની પાઇપ કાપીને ચોરી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમના પાડોશી ધૃવિલ કવૈયા અને કિશન પટેલના એસીની કોપરની પાઇપ પણ તસ્કરો કાપીને લઈ ગયા હતા. આમ, શ્યામલ રેસીડેન્સીના કુલ ચાર એસીની 32 ફૂટ કોપરની પાઇપ ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.