Baroda

નાના ભાઇના ઘરે રહેવા ગયેલા મોટાભાઇના ઘરે ચોરી

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
વાઘોડિયા રોડ પર દ્વારકેશ કુંજ સોસાયટીમાં રહેતા અજયભાઈ હેર સલૂન ચલાવે છે. તેઓ 28મી તારીખે ઘરને તાળું મારી નાના ભાઈના ઘરે ગયા હતા. આ દરમિયાન, તસ્કરો તેમના બંધ મકાનમાંથી 20 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને 50,000 રોકડા સહિત કુલ 6.31 લાખની મતા ચોરી ગયા. પોલીસે માત્ર 30,000નો ભાવ ગણતા વિવાદ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાના ભાઇના ઘરે રહેવા ગયેલા મોટાભાઇના ઘરે ચોરી

નાના ભાઇના ઘરે રહેવા ગયેલા મોટા ભાઇના ઘરેથી ચોર ટોળકી સોના - ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ ૬.૩૧ લાખની મતા લઇ ગઇ હતી.
વાઘોડિયારોડ દ્વારકેશ કુંજ સોસાયટીમાં રહેતા અજય હરેશભાઇ હેર સલૂન ચલાવે છે. ગત ૨૮ મી તારીખે તેઓ મકાનને તાળું મારીને પરિવાર સાથે નાના ભાઇના ઘરે વાઘોડિયારોડ વૃંદાવન હાઇટ્સ ખાતે ગયા હતા અને ત્યાં જ રોકાઇ ગયા હતા. તે દરમિયાન ચોર ટોળકી તેમના ઘરેથી સોનાના અંદાજે ૨૦ તોલા વજનના દાગીના, ચાંદીના દાગીના અને રોકડા ૫૦ હજાર લઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં એક તોલા વજનના સોનાનો ભાવ ૧.૪૩ લાખ છે. જ્યારે પોલીસે સોનાનો ભાવ માત્ર ૩૦ હજાર ગણ્યો છે.