Baroda
સોશ્યલ મીડિયાના માધ્યમથી સગીરાના સંપર્કમાં રહી અપહરણ કરનાર યુવક મુંબઇથી પકડાયો,સગીરાનું રેસ્ક્યુ
By GS Team
28 Sep 20261 min read
વડોદરાના લક્ષ્મીપુરામાંથી અપહૃત સગીરાને પોલીસે મુંબઈના નાલાસોપારાથી શોધી કાઢી છે. સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા અંકુલ યાદવ (મૂળ યુપી) નામના યુવકે એક સપ્તાહ પહેલા સગીરાનું અપહરણ કર્યું હતું. પોલીસે ટીમો બનાવી લોકેશન ટ્રેસ કરીને આરોપીને ઝડપી પાડ્યો અને સગીરાને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારની એક સગીરાનું અપહરણ કરી જનાર મુંબઇના યુવકને પોલીસે ઝડપી પાડયો છે.
લક્ષ્મીપુરાની સગીરા સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહેતો મુંબઇના નાલાસોપારા વિસ્તારનો અંકુલ યાદવ મૂળ યુપીનો વતની છે.કેટલાક સમયથી તે સગીરાને ફોસલાવીને લગ્નની લાલચ આપતો હતો અને એક એક સપ્તાહ પહેલાં તેણે સગીરાનું અપહરણ કર્યું હતું.
બનાવને પગલે લક્ષ્મીપુરાના પીઆઇએ ટીમો બનાવી જુદાજુદા પોલીસ સ્ટેશનોને સગીરાની માહિતી મોકલી હતી.આ ઉપરાંત પોલીસ સગીરા અને આરોપીનું લોકેશન પણ ટ્રેસ કરી રહી હતી.આખરે પોલીસને યુવકનું લોકેશન મળતાં તેને નાલાસોપારા ખાતેથી ઝડપી પાડી સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.