Baroda

અંધેર વહીવટના પગલે ખેલ મહાકુંભની રમતનું સ્થળ બદલાયું

By GS Team
28 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ખેલ મહાકુંભનો આજથી પ્રારંભ થયો છે. માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સના ટ્રેકની દયનીય હાલતને કારણે એથ્લેટિક્સ સ્પર્ધાઓનું સ્થળ બદલવું પડ્યું છે. વર્ષોથી સમારકામ ન થતાં તિરાડો પડી છે, જેથી ખેલાડીઓની સુરક્ષા જોખમાઈ. હવે 5 ઓક્ટોબરે યોજાનારી એથ્લેટિક્સ સ્પર્ધાઓ લાલબાગ સ્થિત પોલીસ તાલીમ શાળા (PTS)ના મેદાનમાં રમાશે. આ વખતે શહેરના 1.92 લાખ ખેલાડીઓએ નોંધણી કરાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અંધેર વહીવટના પગલે ખેલ મહાકુંભની રમતનું સ્થળ બદલાયું

માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સના દોડવાના ટ્રેકની દયનીય હાલતને કારણે ખેલ મહાકુંભની એથ્લેટિક્સની સ્પર્ધાઓનું સ્થળ બદલવાની ફરજ પડી છે. વર્ષોથી ટ્રેક પર પડેલી તિરાડોનું સમારકામ કરવામાં આવ્યું નથી. પરિણામે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતે એથ્લેટિક્સની સ્પર્ધાઓ લાલબાગ સ્થિત પોલીસ તાલીમ શાળા (પીટીએસ)ના મેદાનમાં યોજવાનો નિર્ણય લેવાયો છે.

આજથી વિવિધ રમતો સાથે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. ઓએનજીસી બરોડા હાઈસ્કૂલ ખાતે સાત રમતોની ઝોન કક્ષાની સ્પર્ધાઓ સાથે ખેલ મહાકુંભની શરૃઆત થઈ છે. જોકે, વડોદરા માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં એથ્લેટિક્સની સ્પર્ધા યોજી શકાય તેવી સ્થિતિ ન હોવાથી તેનું સ્થળ બદલાયું છે. આગામી ૫ ઓક્ટોબરે યોજાનારી એથ્લેટિક્સની સ્પર્ધાઓ હવે પીટીએસના મેદાનમાં રમાશે.

આ વખતે માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં દોડવાના ટ્રેકની હાલત ખરાબ હોવાથી અને તેના સમારકામની કામગીરી કરવાની હોવાથી સ્પર્ધા માટે મેદાન યોગ્ય નહીં હોવાની વાલીઓએ ફરિયાદ કરી હતી. આથી પીટીએસના મેદાનમાં સ્પર્ધા યોજવાનો નિર્ણય લેવાયો છે.

વીએમસી સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન આ કોમ્પલેક્સનું સંચાલન કરે છે.  વિવિધ રમતગમત સંસ્થાઓ દ્વારા પણ સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.આ ટ્રેક પર ઠેરઠેર તિરાડો પડી ગઈ છે. આ વખતે વડોદરા શહેરના ૧.૯૨ લાખ અને જિલ્લાના ૧.૯૬ લાખ ખેલાડીઓએ ખેલ મહાકુંભ માટે નોંધણી કરાવી છે.