યુનિ.નું ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ હવે સુપર કોમ્પ્યુટરની 9 સિસ્ટમથી સજ્જ થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીનું ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ હવે નવ સુપર કોમ્પ્યુટર સિસ્ટમ( હાઈ સ્પીડ કોમ્પ્યુટિંગ સિસ્ટમ)થી સજજ બન્યું છે.ગુજરાતમાં અન્ય કોઈ પણ યુનિવર્સિટીના કોઈ પણ વિભાગ પાસે આટલી શક્તિશાળી કોમ્પ્યુટર સિસ્ટમ નથી.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશને ફિઝિક્સ વિભાગને લગભગ ૩ કરોડની નવ કોમ્પ્યુટર સિસ્ટમ આપી છે.જેનો ઉપયોગ ફિઝિક્સ વિભાગના સંશોધકો દ્વારા અટપટી, જટીલ અને લાંબી ગણતરીઓ કરવા માટે થઈ રહ્યો છે.
આ સિસ્ટમનું વિભાગના હેડ પ્રો.પી કે ઝાએ દુર્ગા, વિષ્ણુ, ગણેશ, કાર્તિકેયા, શક્તિ, કિરણ, શંકર, શંકર-૨ અને સયાજી તરીકે નામકરણ પણ કર્યું છે.એક સિસ્ટમને સયાજી નામ આપવા પાછળનો હેતું મહારાજા સયાજીરાવને યાદ કરવાનો છે.આ નવ પૈકી દુર્ગા અને વિષ્ણુ સૌથી શક્તિશાળી સિસ્ટમ છે.જે એક સેકન્ડમાં ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦ એટલે કે એકની પાછળ બાર મીંડા લગાડવામાં આવે તેટલી ગણતરીઓ કરી શકે છે.પ્રો. ઝાનું કહેવું છે કે, નવ સિસ્ટમને રાખવા માટે જીઓલોજી વિભાગના પહેલા ફ્લોર પર વિશેષ લેબોરેટરી બનાવવામાં આવી છે.અત્યારે આ સિસ્ટમનો ઉપયોગ મારા અને ડો.અલ્પા દશોરાના માર્ગદર્શન હેઠળ પંદર સંશોધકો અલગ અલગ રિસર્ચ પ્રોજેકટસ માટે કરી રહ્યા છે.સુપર કોમ્પ્યુટર સિસ્ટમના કારણે સંશોધકોને સ્ટિમ્યુલેશન માટે પણ ઘણી મદદ મળી રહી છે.
સૌથી શક્તિશાળી બે સિસ્ટમની ક્ષમતા
ટોટલ સીપીયુ કોરઃ ૧૯૨
રેમઃ ૭૬૮ જીબી
સ્ટોરેજઃ ૧૦.૫ ટેરાબાઈટ આરએઆઈડી
ઓપરેટિંગ સિસ્ટમઃ ઉબુન્ટુ ૨૨.૦૪.૨એલટીએસ( ૬૪ બીટ)
પરફોર્મન્સઃ ૧૫.૯૭ ટીફ્લોપ્સ
કયા પ્રોજેકટ માટે સુપર કોમ્પ્યુટર સિસ્ટમની મદદ લેવાઈ રહી છે
ભૌતિક ધોરીઃ ટ્રોપોલોજિકલ પ્રોપર્ટિઝ ઓફ હાફ હ્યુસલર કમ્પાઉન્ડ
ઝરણા પૌંકિયાઃ મશિન લર્નિંગ એન્ડ હાઈ થુ્રપુટ એપ્રોચ
સૌરવ પટેલઃ ટોપોલોજિકલ ક્વોન્ટમ મટિરિયલ્સ
પારસ પટેલઃ હાઈપ્રેશર મટિરિયલ
રિધ્ધિ સાઈંદાઃ વેસ્ટ સેપરેશન ફ્રોમ વોટર બોડીઝ
જય પંચાલઃ ચિરાલ એન્ડ ટોપોલિજકલ ફોનન ડાયનેમિક્સ
અપેક્ષા ગોસ્વામીઃ ઓલ્ટરમેગ્નેટિક મટિરિયલ્સ એન્ડ એપ્લિકેશન્સ
સંતોષ કૌશિકઃ ડિફેકટસ ઈન ટુડી ટ્રાન્ઝિશન મેટલ
અખિલેશ ગુપ્તાઃ પ્રોટિન્સ એન્ડ કોન્સ્ટિટયુઅન્ટ એમિનો એસિડ
યશ યાદવઃ હાઈ એનર્જી મટિરિયલ્સ ફોર સોડિયમ આયન બેટરિઝ
નયના શેખઃ ટુડી મેગ્નેટિક મટિરિયલ્સ
રોહન આર્યાઃ મોડેલિંગ સી વોટર કેટાલિસ્ટ ફોર ગ્રીન હાઈડ્રોજન
હાર્દિક ચાવાડિયાઃ એન્ટિફેરોમેગ્નેટિક્સ સ્પિનટ્રોનિક્સ
વિનય ભટ્ટઃ ઓપ્ટો ઈલેક્ટ્રોનિક મટિરિયલ્સ




