રેસકોર્સ ટાવર પાસે ડ્રેનેજ લાઈનનું ભંગાણ રૂ.23.33 લાખમાં રિપેર કરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 11માં ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા માર્ગ પર રેસકોર્સ ટાવર પાસે ડ્રેનેજ લાઈનમાં પડેલા ભંગાણનું સમારકામ કોર્પોરેશનને રૂ.23.33 લાખમાં પડ્યું છે. રૂ.18.52 લાખના અંદાજ સામે આશરે 26 ટકા વધુ ખર્ચે આ કામગીરી કરાવવામાં આવી છે. જેના કારણે અંદાજ કરતાં રૂ.4.81 લાખ વધુ ખર્ચ થવાની સ્થિતિ ઊભી થઈ છે. તાજેતરમાં રેસકોર્સ ટાવર પાસે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.
તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવા માટે જીપીએમસી એક્ટની કલમ 67(3)(સી) હેઠળ કામગીરી કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર ઈલાઈટ એન્જિનિયર્સ દ્વારા ડ્રેનેજ લાઈનના ભંગાણનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે રૂ.18.52 લાખનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, અંતે રૂ.23.33 લાખના ખર્ચે કામગીરી પૂર્ણ કરાવવામાં આવી છે. એટલે કે અંદાજિત રકમ કરતાં રૂ.4.81 લાખ વધુ ખર્ચ થયો છે.
ડ્રેનેજ લાઈનનું ભંગાણ દૂર કરવાની કામગીરીમાં અંદાજ કરતાં 26 ટકા વધુ ખર્ચ થતાં કોર્પોરેશનના ખર્ચ અંગે પણ સવાલો ઊભા થયા છે. તાત્કાલિક કામગીરીના નામે કરવામાં આવેલા કામમાં અંદાજિત રકમ અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો મોટો તફાવત હવે ચર્ચાનો વિષય બન્યો છે.




