Baroda

પ્રતાપનગરથી લાલકુઆં અને મઉ જતી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા

By GS Team
30 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા રેલવે વિભાગે મુસાફરોની સુવિધા માટે પ્રતાપનગરથી લાલકુઆં અને મઉ વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા છે. પ્રતાપનગર-લાલકુઆં ટ્રેન 29 નવેમ્બર, 2026 સુધી અને લાલકુઆં-પ્રતાપનગર 30 નવેમ્બર, 2026 સુધી દોડશે. પ્રતાપનગર-મઉ 28 નવેમ્બર, 2026 સુધી અને મઉ-પ્રતાપનગર 29 નવેમ્બર, 2026 સુધી ચાલશે. આ ટ્રેનોનું બુકિંગ 1 સપ્ટેમ્બર, 2026થી શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રતાપનગરથી લાલકુઆં અને મઉ જતી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા

Vadodara: વડોદરા રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી પ્રતાપનગરથી લાલકુઆં અને મઉ વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રતાપનગર–લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા 29 નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે, જ્યારે લાલકુઆં–પ્રતાપનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા 30 નવેમ્બર, 2026 સુધી લંબાવાયા છે.

તે જ રીતે, પ્રતાપનગર–મઉ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 28 નવેમ્બર, 2026 સુધી દોડશે, જ્યારે મઉ–પ્રતાપનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા 29 નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

આ સ્પેશિયલ ટ્રેનો માટે 1 સપ્ટેમ્બર, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર બુકિંગ શરૂ થશે.