મધ્ય ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી : ઓછા વરસાદથી ડાંગરના પાકને નુકસાન, મુખ્યમંત્રીને સર્વે કરી સહાય આપવાની રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદના કારણે ડાંગરની ખેતીને અસર થવાની ભીતિ વચ્ચે ખેડૂતોને સહાય આપવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. વડોદરાના જાગૃત નાગરિક સચિન કોહલીએ મુખ્યમંત્રીને પત્ર લખી મહીસાગર, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ડાંગરના ખેડૂતોની સ્થિતિ અંગે ધ્યાન દોર્યું છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ ઓછા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ડાંગરની વાવણી મોડી થઈ છે. પાણીની અછતને કારણે પાકની વૃદ્ધિ નબળી પડવાની સાથે ઉત્પાદન પર પણ માઠી અસર થઈ છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે પાકમાં ઘટાડો થાય તો તેમની આજીવિકા પર સીધી અસર પડી શકે છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત તાલુકાઓમાં પાક નુકસાનનો સર્વે કરાવી ખેડૂતોને રાહત અથવા વળતર આપવાની માગ કરવામાં આવી છે. જ્યાં શક્ય હોય ત્યાં ડાંગરના પાક માટે સિંચાઈનું પૂરતું પાણી તેમજ વીજળી ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરાઈ છે.
આ ઉપરાંત આગામી વાવણીની સીઝનમાં ખેડૂતોને બિયારણ અને અન્ય કૃષિ ઉત્પાદનો પર સબસિડી મારફતે સહાય આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ઓછા વરસાદની અસરનો સામનો કરી રહેલા ખેડૂતોને સમયસર સરકારી સહાય મળે તે માટે તાત્કાલિક પગલાં ભરવા મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે.
રજૂઆતકર્તા સચિન કોહલીએ જણાવ્યું છે કે ગુજરાતના ખેડૂતો રાજ્યની પ્રગતિમાં મહત્ત્વનું યોગદાન આપે છે ત્યારે ચાલુ સિઝનમાં કુદરતી પરિસ્થિતિના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે સરકાર સમયસર હસ્તક્ષેપ કરે તે જરૂરી છે.




