પી.એમ.રિપોર્ટ આવ્યાના ૧૧ મહિના સુધી પોલીસે ગુનો દાખલ ના કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુર અલવાનાકા વિસ્તારમાં સવા વર્ષ પહેલા થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શખ્સનું માત્ર ચાર દિવસમાં જ મોત થયું હતું. પી.એમ. રિપોર્ટ આવ્યાના ૧૧ મહિના સુધી માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો નહતો. છેવટે ગઇકાલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
રાજસ્થાન કરૌલી જિલ્લાના માસલપુર તાલુકાના કોટા ગામના મૂળ વતની સૌરાજસિંહ ગોપાલસિંહ જાદૌન (રાજપૂત) વડોદરામાં પત્ની અને બે સંતાનો સાથે માંજલપુર અલવાનાકા પવનદૂત નગરમાં રહેતો હતો. ગત તા. ૦૬-૦૪-૨૦૧૫ ના રોજ અલવાનાકા વિસ્તારમાં એક સગીરે લોખંડની પાઇપથી હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે આવેલા સૌરાજસિંહે પત્નીને સઘળી હકીકત કહેતા પત્ની સુધાબેન પતિને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં તેની પત્ની લઇ ગઇ હતી. હોસ્પિટલમાંથી માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા એ.એસ.આઇ. પ્રિયંકાબેન આવ્યા હતા. તેઓએ ઇજાગ્રસ્ત અને તેમના પત્નીને માંજલપુર પોલીસ સ્ટેશન બોલાવતા તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા. ઇજાગ્રસ્ત પતિને ખાનગી વાહનમાં લઇને પત્ની માંજલપુર પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.
ઇજાગ્રસ્ત સૌરાજસિંહની ફરિયાદ લઇ હુમલાખોર સામે કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસે સૌરાજસિંહે દારૃનો નશો કર્યો હોઇ પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે પોલીસ સૌરાજસિંહને મુક્ત કરે છે. આટલેથી નહીં અટકીને પોલીસે ઝઘડાના કેસમાં સમાધાન કરાવી દીધું હતું. સારવારના દોઢ હજાર ઇજાગ્રસ્તને ઓનલાઇન ટ્રાન્સફર કર્યાા હતા.
ત્યારબાદ ગભરાઇ ગયેલો સૌરાજસિંહ ઘર છોડીને જતો રહે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા.૧૦ -૦૪ - ૨૦૨૫ ના રોજ તેનું મોત થયું હતું. પી.એમ. નોટમાં સૌરાજસિંહને માથાના અંદરના ભાગે હેમરેજ થઇ જવાથી શ્વસન ક્રિયા બંધ થઇ જવાથી મોત થયું હોવાનો ઉલ્લેખ હતો.









