અશ્લીલ હરકત કરનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ માફી માગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ક્લાસમાં અશ્લીલ હરકત કરનાર છોકરો અને છોકરીના બે વિડિયો ઉપરા છાપરી એક જ દિવસે વાયરલ થયા હતા.આ વિદ્યાર્થી અને વિદ્યાર્થિની આર્ટસ ફેકલ્ટીના જ સ્ટુડન્ટસ હોવાનું તપાસ સમિતિની તપાસમાં બહાર આવ્યું છે.દરમિયાન આ સ્ટુડન્ટસે પોતાની હરકત બદલ માફી માગતો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
દરમિયાન તપાસ સમિતિએ છેલ્લા બે દિવસથી પોતાની કામગીરી ચાલુ રાખી છે.ફેકલ્ટી ડીન પ્રો.કલ્પના ગવલીએ કહ્યું હતું કે, અમે વિડિયોમાં દેખાતા છોકરો અને છોકરી કોણ છે તેની ઓળખ કરવા માટે એડમિશન રેકોર્ડ ચેક કર્યો હતો અને સ્ટુડન્ટસના ફોર્મ પરના ફોટા સાથે વિડિયોમાં દેખાતા ચહેરાને સરખાવ્યા હતા.એ પછી આ બંનેની ઓળખ થઈ હતી.તેમને અને તેમના માતા પિતાને એક વખત કમિટિ સમક્ષ બોલાવવામાં આવ્યા છે.તેમણે માફી પણ માગી છે.જોકે કમિટિ દ્વારા તેમને ફરી ૧૬ સપ્ટેમ્બરે બોલાવવામાં આવ્યા છે.
તેમણે સાથે સાથે કહ્યું હતું કે, વિડિયો ઉતારનારા પણ તેમની સાથે ભણતા સ્ટુડન્ટસ જ હતા.તેમની પણ ઓળખ થઈ છે.આ મામલામાં અત્યાર સુધીમાં ૧૫ થી વધારે લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.બીજી તરફ આ ઘટના બાદ હવે તમામ ક્લાસમાં સી સીટીવી કેમેરા લગાવવા માટે પણ અમે વિચારી રહ્યા છે.




