Baroda

દીકરીની જેમ ઘરમાં રાખેલી યુવતીએ જ ધાપ મારી : સોના-ચાંદીના દાગીના ચોરી લીધા

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ગોરવામાં શિવમ ફ્લેટમાં રહેતા મીરાબેન સિંગના ઘરેથી 5.15 લાખના દાગીનાની ચોરી થઈ છે. 4-1-2024ના રોજ શિરડી દર્શનથી પરત ફરતી વખતે થયેલા અકસ્માતમાં પરિવારના 4 સભ્યોના મોત થયા હતા. મૃતક દીકરીના 101 ગ્રામ સોના-ચાંદીના દાગીના તિજોરીમાં રાખ્યા હતા. આ દાગીના ભત્રીજી શ્રેયાએ 26-8-2026ના રોજ ચોર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દીકરીની જેમ ઘરમાં રાખેલી યુવતીએ જ ધાપ મારી : સોના-ચાંદીના દાગીના ચોરી લીધા

Vadodara Theft Case : વડોદરાના ગોરવામાં ITI ચાર રસ્તા પાસે શિવમ ફ્લેટમાં રહેતા મીરાબેન રામઆશરે સિંગ ઘર કામ કરે છે. અને તેમના પતિ ગોરવા શાક માર્કેટમાં શાકભાજીનો વેપાર કરે છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખ 4-1-2024 ના રોજ અમે તથા મારી દીકરી અને સમગ્ર પરિવાર શિરડી દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરીને પરત આવતા હતા. તે દરમિયાન સાપુતારા ઘાટ પાસે એક્સિડન્ટ હતા મારી દીકરી, જમાઈ, પૌત્રી તેમજ મારા સાસુના કરુણ મૃત્યુ નિપજ્યાં હતા. મારી દીકરીના સાસરીયાએ દીકરીના દાગીના જેવા કે માંગ ટીકા, સોનાનો હાર, બુટ્ટી, પેન્ડલ, ચેન, મંગળસૂત્ર, ઝુમકા વગેરે કુલ વજન 101 ગ્રામના દાગીના તથા ચાંદીના દાગીના મળી કુલ 5.15 લાખના દાગીના પરત આપ્યા હતા.
મારા પતિના ભાઈ છોટેલાલ સિંગ જેઓ ઉદય ભાનપુર રહે છે. તેમની દીકરી શ્રેયા અવારનવાર અમારા ઘરે આવતી જતી હતી. વર્ષ 2025 માં અમારા ઘરે રહેવા માટે આવી હતી અને અમે તેને દીકરીની જેમ રાખતા હતા. તા.16-6-2026 ના રોજ હું તથા શ્રેયા મકાનની સફાઈ કરતા હતા. તે વખતે તિજોરીમાં મુકેલા અમારા દાગીના તે જોઈ ગઈ હતી. ત્યારબાદ 8 જુલાઈએ શ્રેયા મારું મકાન છોડી હતી એની મરજીથી લક્ષ્મીપુરા સૌરભ પાર્ક સોસાયટીમાં રહેવા માટે જતી રહી હતી. ત્યારબાદ તે અવાર નવાર અમારા ઘરે આવતી હતી 26-8-2026 ના રોજ વતન ખાતે જવાનું હોય જેથી કબાટની તિજોરીમાં મુકેલા દાગીના લેવા જતા દાગીના જણાઈ આવ્યા ન હતા. અમારા ઓળખીતા સોની પિયુષ જવેલર્સની ત્યાં હું અને શ્રેયા દાગીના લેવા માટે જતા હતા. જેથી તેઓની દુકાને જઈ તપાસ કરતા તેઓએ અમને કહ્યું હતું કે વીસ દિવસ પહેલા તમારી સાથે આવતી શ્રેયા દાગીના વેચવા માટે આવી હતી પરંતુ અમે લીધા નથી શ્રેયાને ફોન કરતા દાગીના તેને લીધા હોવાનો જણાવ્યું હતું.