આજે જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ફાઈનલની મેચો રમાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત વડોદરા જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આજે બીજા દિવસે એમ.એસ. યુનિવર્સિટી સ્થિત ટેબલ ટેનિસ સેન્ટર ખાતે ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલા યોજાયા હતા.
ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે બોયઝ વિભાગમાં ૧૨૫ મેચ રમાઈ હતી, જ્યારે આજે બીજા દિવસે બોયઝ વિભાગની વધુ ૭૮ મેચો રમાઈ હતી. સાથે જ વિવિધ વયજૂથમાં ગર્લ્સ વિભાગની સ્પર્ધાનો પ્રારંભ થતા એમની ૮૫ મેચ રમાઈ હતી.
હોપ્સ અંડર -૯માં ખનક રાવલ- શનય દેસાઈ,અંડર -૧૧માં યુવાન રાજે- રિથ્યા સત્વેએ ફાઈનલમાં વિજય હાંસલ કરી શાનદાર દેખાવ કર્યો હતો.
આવતીકાલે રવિવાર, ૧૩ સપ્ટેમ્બરે વિવિધ ઈવેન્ટની સેમિફાઇનલ અને ફાઇનલ મેચો રમાશે. સાથે વેટરન્સ વિભાગની સ્પર્ધાનો પણ પ્રારંભ થશે, જેમાં ૩૯, ૪૯, ૫૯ અને ૬૪થી વધુ વયજૂથના ખેલાડીઓ ભાગ લેશે. જિલ્લા ખિતાબ ઉપરાંત મહત્વપૂર્ણ રેન્કિંગ પોઇન્ટ મેળવવા માટે ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.




