વડોદરા જિ.પંચાયતની સાત સમિતિના અધ્યક્ષોની દસ દિવસમાં વરણી થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લા પંચાયતમાં વિવાદ વચ્ચે આઠ સમિતિઓની રચના થઇ ગયા બાદ હવે આગામી દસેક દિવસમાં અપીલ સમિતિ સિવાયની બાકીની સાત સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવશે.અપીલ સમિતિમાં હોદ્દાની રૃએ પ્રમુખ ચેરમેન રહેતા હોય છે.
વડોદરા જિલ્લા પંચાયતમાં સમિતિઓની રચનાના મુદ્દે સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિખવાદ સર્જાતાં પ્રદેશ ભાજપના પ્રમુખ સુધી મુદ્દો પહોંચ્યો હતો, અને જે દિવસે સમિતિઓની રચના થવાની હતી તે દિવસે તેઓ જિલ્લા કાર્યાલયમાં હાજર રહ્યા હતા.
સમિતિઓની રચનામાં મહિલા અને બાળ વિકાસ સમિતિનો વિખવાદ હજી શમ્યો નથી. આ સમિતિના ચેરમેન પદે પહેલીવાર મહિલાને બદલે પુરૃષને આપવાનો નિર્ણય લેવાતાં ચેરમેન તરીકે નક્કી થયેલા મોભા બેઠકના સદસ્ય રાજવીર પરમારે મહિલાના અધિકાર હેઠળ આવતું ચેરમેન પદ નહિ સ્વીકારવાનું જાહેર કર્યું છે.









