૮.૨૮ કરોડના સોનાની ચોરીની તપા ક્રાઇમબ્રાંચને સોંપાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયારોડ પર સોના ચાંદીની દુકાન શરૃ કરનાર ભેજાબાજ આરોપીએ મુંબઇના વેપારી પાસેથી મગાવેલા ૮.૨૮ કરોડના દાગીનાની ચોરી થઇ હતી. આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.
વાઘોડિયા રોડ પર શ્રી અંબિકા જ્વેલર્સ નામની દુકાન ભાડે લેનાર ભેજાબાજ ગઠિયાએ તેના સાગરીતો સાથે ષડયંત્ર રચી મુબઇથી દાગીના આપવા આવેલા ગોલ્ડ કંપનીના સેલ્સ મેનેજરની નજર ચૂકવીને ૮.૨૮ કરોડના દાગીના તફડાવી લીધા હતા. દાગીના આવી ગયાનો મેસેજ મળતા જ દુકાનદારે બહાર નીકળી પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો. મુંબઈના ઝવેરી બજાર ખાતે આવેલી શુગન ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા હિમાંશુ મહેશ જૈનની ફરિયાદના આધારે બાપોદ પોલીસે ભાવિક દિપેશભાઇ સોની ભાવિક દિપેશભાઇ સોની (રહે. નવો કુંભારવાડા,છીકણીવાળું ડેલુ, ડાકોર, ખેડા) તથા તેના સાગરીતો સામે ગુનો દાખલ કર્યો હતો. આ કેસની તપાસ હવે બાપોદ પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સંડોવાયેલો મુખ્ય આરોપી ભાવિક સોની તથા અન્ય પાંચ થી છ આરોપીઓ ઝડપાઇ ગયા છે. તેમછતાં પોલીસે હજી કોઇ વિગતો જાહેર કરી નથી



