Baroda

વાસણા જકાતનાકા નજીક દોઢ વર્ષથી બંધ પડેલી સાઇટના ખાડામાંથી યુવકની લાશ મળી

By GS Team
2 Sep 20261 min read
TukuTouch Logo
વાસણા જકાતનાકા પાસે છેલ્લા દોઢ વર્ષથી બંધ રિદ્ધિ ફ્લેટની સાઇટના લિફ્ટના ખાડામાં પડી જવાથી 25 થી 30 વર્ષના એક અજાણ્યા યુવકનું કરુણ મોત થયું છે. ગોત્રી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં માથામાં હેમરેજ થવાથી મોત થયાનું જણાય છે. હત્યાની શંકા નથી. મૃતદેહને પી.એમ. માટે ગોત્રી હોસ્પિટલ મોકલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાસણા જકાતનાકા નજીક  દોઢ વર્ષથી બંધ પડેલી સાઇટના  ખાડામાંથી યુવકની લાશ મળી

વાસણા જકાતનાકા પાસે છેલ્લા દોઢ વર્ષથી બંધ સાઇટના ખાડામાં પડી જતા યુવકનું મોત થયું હતું. જે અંગે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાસણા જકાતનાકા પાસે નવી બંધાતી રિદ્ધિ ફ્લેટ નામની સાઇટ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. સાઇટ પર લિફ્ટના ઇન્સ્ટોલેશન માટે ખાડો ખોદવામાં આવ્યો છે. જ ેખાડામાં એક યુવકને પડેલી હાલતમાં સાઇટ પરના પ્લમ્બરે જોયો હતો. બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરવામાં આવતા પોલીસ આવી ગઇ હતી. યુવકને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવાઇ હતી. પરંતુ, યુવકનું મોત થયું હતું. યુવક પાસેથી એવા કોઇ ડોક્યુમેન્ટ્સ મળ્યા નહતા કે જેનાથી તેની ઓળખ થઇ શકે. ગોત્રી પોલીસે ૨૫ થી ૩૦ વર્ષના અજાણ્યા યુવકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. દરમિયાન મૃતદેહને પી.એમ. માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. જોકે, પ્રાથમિક તારણ મુજબ યુવક ખાડામાં પડી જતા માથામાં હેમરેજ થતા તેનું મોત થયું છે. હત્યાની કોઇ શંકા હાલના તબક્કે જણાતી નથી. મોતનું ચોક્કસ કારણ વિશેરાના રિપોર્ટ પછી જ જાણી શકાશે.