Baroda

નાગરવાડામાં શ્રીજી વિસર્જન દરમિયાન તકરાર બાદ તંગદિલી,નાસભાગ થતાં બે ની અટકાયત

By GS Team
21 Sep 20261 min read
TukuTouch Logo
નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં શ્રીજી વિસર્જન દરમિયાન ડીજે આગળ લેવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બે યુવકો વચ્ચે ઝપાઝપી થતાં થોડીવાર માટે તંગદિલી સર્જાઈ હતી. કારેલીબાગ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 2 યુવકોની અટકાયત કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી, જેથી વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

નાગરવાડામાં શ્રીજી વિસર્જન દરમિયાન તકરાર બાદ તંગદિલી,નાસભાગ થતાં બે ની અટકાયત

નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ગઇ રાત્રે શ્રીજી વિસર્જન દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં તંગદિલી સર્જાઇ હતી.જો કે પોલીસે સ્થિતિ સંભાળી લેતાં વિસર્જન શાંતિ પૂર્વક પાર પડયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ નાગરવાડા ગોલવાડના નાકે ગઇરાત્રે શ્રીજી વિસર્જનની સવારી નીકળી હતી ત્યારે ડીજે આગળ લઇ જવા બાબતે તકરાર થઇ હતી.આ તબક્કે ઉગ્ર બોલાચાલી બાદ બે યુવકો વચ્ચે ઝપાઝપી થતાં નાસભાગ થઇ હતી.
બનાવના સ્થળે કારેલીબાગ પોલીસની વધુ કુમક આવી જતાં બે યુવકની અટકાયત કરી હતી અને સ્થિતિ સંભાળી લીધી હતી.પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.